- યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી
- યુવતીને બચાવવા જતા વધુ 4ને કરંટ લાગ્યો
- ડીજીવીસીએલના અધિકારીયોએ હોસ્પિટલની મુલાકાત લીધી
જંબુસર નગરના પાંચ હાટડી વિસ્તારમા આવેલ કુંભારવાડમા આવેલ રહેણાંક મકાનમા કપડા સુકવતી યુવતીને વિજ કરંટ લાગતા સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડી તેને બચાવવા જતા યુવતીના પિતા સહિત અન્ય ચાર થી વધુ ઈસમોને કરંટ લાગ્યો.
યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી
જંબુસર નગરના પાંચ હાટડી વિસ્તારમા આવેલ કુંભારવાડના સઈદખા પઠાણના રહેણાંક ધર મા તેઓની 20 વર્ષીય પુત્રી નમીરા તાર ઉપર કપડા સુકવી રહી ત્યારે તેણીને વીજ કરંટ લાગતા તાર સાથે ફસડાઈ ગઈ હતી.તેને બચાવવા તેના પિતા સઈદખા પઠાણ દોડી આવ્યા હતા.તેઓ ને પણ બચાવ ની કામગીરી દરમ્યાન કરંટ લાગતા પિતા પુત્રી ને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડયા. આ ઉપરાંત બચાવવા દોડી આવેલ ચાર યુવાનોને વીજ કરંટ લાગ્યો.બનાવના પગલે ડીજીવીસીએલના જંબુસર સ્થિત અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.