Sabarkanthaના ઈડરમાં અનોખા ગરબા, થાક લાગે તો પણ ગરબી નથી મૂકાતી નીચે

HomeHimatnagarSabarkanthaના ઈડરમાં અનોખા ગરબા, થાક લાગે તો પણ ગરબી નથી મૂકાતી નીચે

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

સાબરકાંઠામાં અનોખી નવરાત્રિ કે જ્યા 9 દિવસ પાવન ભક્તિ સાથે ઉજવાય છે.ઉત્સવમાં ઇડર તાલુકાના શેરપૂર ગામમાં વર્ષોથી ચલી આવતી પરંપરા મુજબ સ્થાનિક મહિલાઓ દ્વારા અનોખા ગરબા માથે રમીને મૂકાતા હોય છે.આ ગામમાં ચાંદીના, તાંબાના, માટીના રંગબેરંગી ગરબાઓ અને મહિલાઓના ગુજરાતી સાડીના પહેરવેશ પ્રમાણે ગુજરાતી સંસ્કૃતિના દર્શન જોવા મળી રહ્યા છે સાથો સાથ જ્યા સુધી ગરબીના ચાચર ચોકમાં ગરબા રમતા થાક લાગે તો પણ ગરબા જમીન પર નથી મૂકાતા.

ઈડરના શેરપુર ગામે અનોખા ગરબા

સાબરકાંઠા જિલ્લાના ઈડરના શેરપુર ગામની અનોખી નવરાત્રી કે જ્યાં આસો નોરતાના દસ દિવસ ગામની સ્ત્રીઓ માટે તાંબા પિત્તળ ચાંદી સહિત માટીના ગરબા નવ દિવસે આગળ અલગ શણગાર દ્વારા મઢાયેલા માથે ગરબા લઈ ગામની શેરીના ચાચર ચોકમાં ગાયકોના સુરીલા કંઠે ગરબે ઘુમતી હોય છે ગામની વચ્ચે આવેલા ચાચર ચોકમાં સૌપ્રથમ ગામના વૃદ્ધ વડીલો આ ગરબાની શરૂઆત કરતા હોય છે તેની સાથોસાથ ગામની મહિલાઓ કે જે માથે શણગારેલા અલગ અલગ પ્રકારના ગરબા લઈ જગત અંબાની આરાધનામાં ગરબે ઘુમતી હોય છે ચાચર ચોકમાં મહિલાઓ વડીલો પુરુષોની સાથોસાથ નાના બાળકો પણ આ ગરબાની લાઈનમાં જોડાતા હોય છે જોકે રાત્રિના સમયે 9:00 વાગ્યા પછી આરતી કરવામાં નથી આવતી જો કે સૌપ્રથમ ગરબાની રમઝટ જામતી હોય છે બાદમાં 11 થી 11:30 વાગ્યાની વચ્ચે માતાજીની આરતી નો ચડાવો બોલવામાં આવતું હોય છે બાદમાં સૌ લોકો સાથે મળી માં જગદંબાની આરાધનાની આરતી માં જોડાતા હોય છે અને સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં જોવા મળતું હોય છે.

આસો નવરાત્રિનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ રહેલું છે

ખાસ કરીને દેવીની સાધના કરવા વાળા સાધકો માટે આસો નવરાત્રી ખૂબ મહત્વની માનવામાં આવે છે.નવરાત્રી દરમિયાન લોકો માતાજીના વિવિધ સ્વરૂપોનું પૂજન-અર્ચન કરે છે આ ઉપરાંત ઘણો માઈભક્તો નવરાત્રીમાં ઉપવાસ-એકટાણા કરી શક્તિની આરાધના કરે છે.નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરો અને મઢોમાં વિશેષ પૂજા-આરતી, શણગાર, માતાજીના ગરબા સહિતના કાર્યક્રમોની ઉજવણી કરાય છે.આ ઉપરાંત રાત્રીનાં સમયે ભકતો ચાચર ચોકમાં ગરબે ઘુમતા હોય છે.નવરાત્રિ નું મહત્વ જેટલુ માતાના જુદા જુદા સ્વરૂપોની આરાધનાનુ છે તેટલુ જ મહત્વ માતાની આરાધના દરમિયાન રાખવામાં આવતા વ્રત અને ઉપવાસનુ પણ ખૂબ મહત્વ રહેલું છે.નવરાત્રિમાં ઉપવાસ દરેક લોકો પોતાની ભક્તિ, શક્તિ મુજબ કરે છે કોઈ એક ટાઈમ જમીને તો કોઈ ફળાહાર કરીને આ નવલા નોરતામાં ઉપવાસ રાખતા હોઈ છે.

ચાચર ચોકમાં ઘુમે છે ગરબે

ઈડર તાલુકાના શેરપુર ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દેવીની આસ્થા સાથે જોડાયેલો આ ભક્તિનો મહિમા આજે પણ ગ્રામજનો સાચો પરચો માની રહ્યા છે ગ્રામજનોનું માનવું છે કે ગામની સીમમાંથી પસાર થતી ઘઉં વાવ નદી કિનારે આવેલું અંગાર શ્રી માતાજીનું મંદિર અતિ પ્રાચીન છે ચાલું વર્ષ દરમિયાન આ ગામની મહિલાઓ નદી કિનારે આવેલ અગાસી માતાના મંદિર ખાતે વિવિધ માનતાઓ માનતી હોય છે જે માંનતાઓ પરિપૂર્ણ થાય ત્યારે નવ દિવસ સુધી આસો નવરાત્રામાં માનેલી માનતાઓ મુજબ નવ દિવસ સુધી માથે અલગ અલગ તાંબા, ચાંદી અને માટીના આગળ અલગ કલર માં શણગારેલા ગરબે લઈ આચર ચોકમાં ગરબે ઘૂમતા હોય છે.

જમીન પર નથી મૂકાતી ગરબી

ગામની મહિલાઓ તાંબા ચાંદી સહિત માટીના ગરબા લઈ માતાજીના ચાચર ચોકમાં આવતા હોય છે ખાસ કરીને ગામમાં એક અનોખો મહિમા અને પરંપરા રહેલી છે જેમાં આજે પણ ગામની યુવતીઓ અને મહિલાઓ માની રહી શકે માનેલી માનતા મુજબ આસો નોરતામાં નીકળતા ગરબા ઘરેથી નીકળે ત્યારે તેને માથે લઈ ચાચર ચોકમાં આવતા હોઈએ છીએ જો કે ગરબાને પરત ઘર સુધી ન પહોંચે ત્યાં સુધી જમીન પર નીચે મૂકતા નથી આ એક ગામની અનોખી ખાસિયત છે તેમાં નવ દિવસ સુધી સ્ત્રીઓ માનેલી માનતા મુજબ માથે ગરબા લઈ ચાચર ચોકમાં ગરબે ઘૂમતી હોય છે ત્યારે આસો નોરતાના છેલ્લાં નોરતે ગામના યુવાનો આ ગરબા ને વળાવવા માટે નદી કિનારે આવેલ અગાસી માતાના મંદિરે જતા હોય છે.

ગામના લોકોમાં ખુશીનો માહોલ

નવરાત્રીના દિવસો અગાઉ ઘરતી પર ઘણી આફતો આવતી હોય છે. વરસાદને કારણે ચેપી રોગ ફાટી નીકળે, અથવા તો મોંધવારી વધે, કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય તો કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ. આ કુદરતી આફતો શ્રાવણ-ભાદરવો અને આસો મહિના દરમિયાન વધુ જોવા મળે છે.. તેથી આ તમામ તકલીફોને દૂર કરવા માટે નવ દિવસ સુધી માતાજીની ઉપાસના કરવામાં આવતી હોવાની પણ લોકવાયકા રહેલી છે.આસો નવરાત્રિ દરમિયાન નવરાત્રિ નિમિત્તે ભક્તો મન મૂકીને માતાજીના ચાચર ચોકમાં ગરમી ઘૂમતા હોય છે ખાસ કરીને ગરબા રમવા આવતા ભક્તોમાં નવરાત્રિ નો એક અલગ જ ઉત્સાહ જોવા મળતું હોય છે જેમ કે ખેલૈયાઓ રાત્રિના સમયે ટ્રેડિશનલ ડ્રેસ જેવા વિવિધ વેશ ધારણ કરી ગરબા રમવા માટે ગરબીઓમાં પહોંચતા હોય છે જ્યાં સુધી આ કંઠે ગાયકો આ ખેલૈયાઓને ગરબાની રમઝટ બોલાવતા હોય છે… ગામના લોકો હર્ષ સંઘવી ના નિર્ણય ને વધાવ્યો છે અને નવ દિવસ ના ગરબા ના શખીનો માટે ખુશી જોવા મળી રહી છે જિલ્લા ના તમામ નાના મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તાર ના ચાલતા શેરી ગરબા માટે 12 વાગ્યા બાદ સમય વધારાતા હવે ખુશી સાથે આભાર માન્યો હતો.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon