Himatnagar: સિવિલના સ્ટાફ ક્વાર્ટસમાંથી બે મહિલાઓના મૃતદેહ મળ્યા

HomeHimatnagarHimatnagar: સિવિલના સ્ટાફ ક્વાર્ટસમાંથી બે મહિલાઓના મૃતદેહ મળ્યા

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે બપોર બાદ એક અજીબ ઘટના બનવા પામી છે. જેમાં એક સ્ટાફ નર્સની ભોંયતળીયે આત્મહત્યા કરેલ મૃતદેહ તથા તેણીના સામેના ફ્લેટમાં રહેતા સ્ટાફ બ્રધરની પત્નીની ફ્લેટની અંદરથી મૃતદેહ મળી આવતાં હિંમતનગર એ-ડીવીઝન પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓએ તાબડતોબ સિવિલમાં આવીને સ્થળ નિરીક્ષણ કરી મૃતદેહો અને આજુબાજુના વિસ્તારની તપાસ કર્યા બાદ કલાકો સુધી કોઈ ઠોંસ જાણકારી ન મળતાં ખુદ પોલીસ પણ માથુ ખંજવાળીને ચારેય દિશામાં તપાસ કરી રહી છે.

પોલીસ તપાસ દરમ્યાન અનુમાનોને આધારે ઘટનાક્રમ પર મનોમંથન શરૂ

મળતી માહિતી મુજબ, હિંમતનગર સિવિલના સ્ટાફ કવાર્ટસમાં રહેતા અને સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા છાયાબેન કલાસવાનો મૃતદેહ સ્ટાફ કવાર્ટસના ગ્રાઉન્ડ ફલોર પરથી મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. તેણી સ્ટાફ કવાર્ટસના બ્લોક નં.1માં આવેલ 401 નંબરની રૂમમાં રહેતી હોવાની માહિતી મળ્યા બાદ એ-ડીવીઝન પોલીસ તરત જ આવીને બ્લોક નં.1ના ચોથા માળે તપાસ કરી રહી હતી.

મોતનું રહસ્ય શોધવામાં પોલીસની મથામણઃ કંકાસ કે આડાસબંધ જવાબદાર?

દરમિયાન પોલીસને આજ બ્લોકમાં આવેલ રૂમ નં.402માંથી ડીમ્પલબેન પટેલ નામની મહિલાનો મૃતદેહ મળી આવતાં ખુદ પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી. જોકે બંને મૃતદેહનું નિરીક્ષણ કર્યા બાદ પોલીસ દ્વારા કોઈ સ્પષ્ટ તારણ કાઢી શકી ન હતી. તેમ છતાં એમ માનીને તપાસ કરાઈ રહી છે કે સમગ્ર બંને મૃતદેહ મળી તે ઘટના કદાચ આત્મહત્યા કે હત્યા કરાઈ હોય તો નવાઈ નહી. જોકે સાંજ સુધી પોલીસ પાસે કોઈ ઠોસ વિગતો આવી નથી. તેમ છતાં તપાસનો દોર ચાલુ રખાયો છે. રૂમ નં.402માંથી મળેલો મૃતદેહ ડિમ્પલબેન ભાવેશભાઈ પટેલ હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. તેમ છતાં આ ઘટના પાછળ કંકાસ કે આડાસબંધ હોવાની શક્યતા લઈને પોલીસ તપાસ કરી રહી છે.

હવે યક્ષપ્રશ્ન એ છે કે સિવીલના સ્ટાફ કર્વાટર્સમાં એક જ બ્લોકના એક જ ફ્લોર ઉપર આમને સામને ફલેટમાં રહેતી બે મહિલાઓને કેમ આવુ પગલુ ભરવું પડયું? તે તપાસનો વિષય છે. હાલ તો સમગ્ર સિવિલ સ્ટાફ અને ખુદ પોલીસ માથુ ખંજવાળી રહી છે. જોકે પોલીસની અંતિમ તપાસ બાદ બંને લાશના રહસ્ય પરથી પરદો ઉંચકાશે તેમ કહેવું યોગ્ય છે.

શિક્ષિત પરિવારમાં બનેલી ઘટના પાછળ ઘુંટાતુ રહસ્ય

હિંમતનગર સિવિલના સ્ટાફ ક્વાર્ટસમાં ગુરુવારે બપોર બાદ બનેલી અજીબ ઘટના પછી લોકોમાં એવુ ચર્ચાઈ રહયુ છે કે બંને પરિવારના પુરુષો પણ શિક્ષિત છે. અને તે પણ દર્દીના ભગવાનના રોલમાંનર્સ તરીકે ફરજ બજાવે છે ત્યારે સમગ્ર ઘટના પાછળ આડાસબંધ અથવા તો ઘરકંકાસ હોવાની શકયતા નકારી શકાતી નથી.

ડીમ્પલબેન પટેલના પતિ ક્યાં ફરજ બજાવે છે?

મૃતક ડીમ્પલબેન પટેલના પતિ ભાવેશભાઈ હિંમતનગર સિવિલમાં સ્ટાફ બ્રધર તરીકે નોકરી કરે છે અને ડીમ્પલબેન માત્ર ગૃહિણી અને ઘરે ટ્યુશન ક્લાસ ચલાવતા હતા.

બંને મહિલાઓ વચ્ચે ઝઘડો થયાનું અનુમાન

હિંમતનગર સિવિલના સ્ટાફ ક્વાર્ટસમાં બનેલી અજીબ ઘટના બાદ પ્રાથમિક માહિતી મુજબ મૃતક ડીમ્પલબેન તથા છાયાબેન વચ્ચે અગમ્ય કારણોસર ઝઘડો થયો હોય તો નવાઈ નહી. ત્યારબાદ આવેશમાં આવી જઈને સ્ટાફ નર્સ છાયા કલાસવાએ સામેના ફલેટમાં રહેતા ડીમ્પલબેનનુ ગળુ દબાવી હત્યા કરી હોવાના અનુમાન સાથે પોલીસ પુછપરછ કરી રહી છે ત્યારે પોલીસને એવુ લાગે છે કે, ડિમ્પલબેનની હત્યા કર્યા બાદ છાયાબેન ગભરાઈ ગયા હોવાથી તેણીએ 10મા માળે પહોંચીને ત્યાંથી ભોંયતળીયે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હોય તેવુ અનુમાન છે.

સ્ટાફ કવાર્ટસમાં બનેલી ઘટના બાદ મૃતકના પરિવારજનોએ દોડી આવીને બંને મહિલાઓના શરીર તપાસ્યા હતા એટલુ જ નહીં પણ એક મૃતકની નાડી તપાસવામાં આવી હતી અને હૃદય ઉપર પંપીંગ કરવાનો પણ પ્રયાસ કરાયો હતો. પરંતુ આખરે તપાસ કરતા બંનેનું હૃદય દ્રવી ઉઠયું હતુ અને પોલીસની હાજરીમાં રડી પડયા હતા.

બંને પરિવારના બે બાળકો નોંધારા બન્યા

મૃતક ગૃહણી ડીમ્પલબેન પટેલને એક દીકરી છે, જયારે મૃતક સ્ટાફનર્સ છાયાબેન કલાસવાને એક દીકરો છે. આ કરૂણ ઘટનામાં માની છત્રછાયા ગુમાવનાર બંને બાળકો ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો છે અને તેઓ મા વિનાના નોંધારા બની ગયા છે.

ફાયનાન્સર મુકેશ ગોરે દવા પીને જીવન ટુંકાવ્યું

હિંમતનગરના ફાયનાન્સ પેઢી ચલાવતા મુકેશ ગોર નામના શખ્સે કોઈ અગમ્ય કારણોસર કોઈ ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવી દીધું હતુ. જો કે હાલ તો પોલીસ આ ઘટનામાં તપાસનો દોર આગળ વધારી રહી છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon