Himatnagar: સ્ટાફ કવાર્ટસની ઘટના, નર્સ દ્વારા શિક્ષિકાનું ગળુ દબાવ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું

HomeHimatnagarHimatnagar: સ્ટાફ કવાર્ટસની ઘટના, નર્સ દ્વારા શિક્ષિકાનું ગળુ દબાવ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Rajpipla: વિદ્યાર્થીઓના હક્કની સાયકલો ભંગાર ભેગી થઇ

ભંગારની દુકાનમાં જોવા મળી સરકારી સાયકલો ભંગારના ગોડાઉન માલિકની પોલીસે કરી પૂછપરછ સરકારી યોજનાની સાયકલો ભંગારના ગોડાઉનમાં રાજપીપળામાં વિદ્યાર્થીઓના હક્કની સાયકલો ભંગાર ભેગી થઇ છે. જેમાં...

હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફ કવાર્ટસમાં ગુરુવારે બનેલી ઘટનાએ અનેક લોકોને વ્યથિત કરી દીધા છે, ત્યારે એ-ડીવીઝન પોલીસે બંને મહિલાના મૃતકના પરિવારજનોને બોલાવી પુછપરછ કરી હતી જેમાં ઘટના પાછળ આડા સબંધ હોવાનું ફલીત થયા બાદ શુક્રવારે પોલીસે બંને પક્ષોની ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. તો બીજી તરફ શુક્રવારે બપોરે ઈડરના રૂવચ ગામે તથા વિજયનગરના મસોતામાં બંને મૃતક મહિલાઓની અંતિમવિધી કરાઈ હતી. ત્યારબાદ બંને પક્ષો એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા. જયાં રૂવચના ડીમ્પલબેનના પિતાએ જમાઈ વિરૂધ્ધ જયારે છાયાબેનના પતિએ પણ ડીમ્પલબેનના પતિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવા માટે તૈયારી બતાવી દીધી હતી.

આ અંગે ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા સ્મિત ગોહીલ તથા એ-ડીવીઝનના પીઆઈ પ્રકાશ ચૌધરીએ પ્રાથમિક માહિતીના ભાગરૂપે જણાવ્યુ હતુ કે, ગુરુવારે સ્ટાફ કવાર્ટસમાં રહેતા ડીમ્પલબેન પટેલના પતિ ભાવેશ ફલજીભાઈ પટેલને છેલ્લા કેટલાક વખતથી છાયાબેન નિતીનભાઈ કલાસવા સાથે આડાસબંધ હોવાની જાણકારી બંને પક્ષોને હતી. જેના લીધે અવાર નવાર બંનેના ઘરમાં ઝઘડા પણ થતા હતા. દરમ્યાન ગુરુવારે બપોરના સુમારે છાયાબેન કલાસવા આવેશમાં આવી જઈને ડીમ્પલબેનના ફલેટમાં ઝઘડો કરવા ઘુસી ગયા હતા. જ્યાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને છાયાબેને ડીમ્પલબેનનું ગળુ દબાવી દીધી હોવાનું પરીવારજનો અને પડોશીઓએ પુછપરછમાં જણાવ્યું છે.

ગળું દબાવી દીધાની ઘટના બાદ બાદ સ્ટાફ નર્સ છાયાબેન કલાસવા ગભરાઈ ગયા હતા અને ડીમ્પલબેનના ફલેટને અંદરથી બંધ કરીને ફ્લેટના પાછળના ભાગે આવેલ પાઈપ પકડીને ફ્લેટમાંથી જતા રહેવા માંગતા હતા ત્યારે અચાનક છાયાબેનના હાથ પાઈપ ઉપરથી લપસી જતાં તેણી જમીન પર પટકાયા હતા અને ગંભીર ઈજાને કારણે મોત થયાનું પીએમ રીપોર્ટમાં તથા પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યુ હતું. જોકે એ-ડીવીઝન પોલીસે તરત જ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા. ત્યારબાદ શુક્રવારે બંને મૃતકની અંતિમવિધિ કરાયા બાદ પ્રથમ ડીમ્પલબેનના પિતા બાબુભાઈ તળસીભાઈ પટેલે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન આવી જમાઈ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવવા માટે બેસી ગયા હતા.

તો સામે પક્ષે પણ છાયાબેન કલાસવાના પતિ નિતીનભાઈ કલાસવા પણ ભાવેશ પટેલ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવા માટે તૈયાર થઈ ગયા હોવાનું આધારભુત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે બંને પક્ષોની ફરીયાદ શુક્રવારે રાત્રે નોંધાઈ જવાની શક્યતા પોલીસ સૂત્રોએ દર્શાવી છે.

બંને મહિલાઓની લાશનું પીએમ પેનલ ર્ડાક્ટરોએ કર્યું

હિંમતનગર સિવિલમાં સ્ટાફ ક્વાર્ટસમાં રહેતા છાયાબેન કલાસવા તથા ડીમ્પલબેન પટેલનું શંકાસ્પદ મોતનું કારણ જાણવા માટે ગુરુવારે મોડી રાત્રે ડૉકટરોની પેનલે પીએમ કર્યું હતુ. ત્યારબાદ શુક્રવારે બંને મૃતકના પરિવારજનોને બોલાવી મૃતદેહ આપ્યા હતા. તે પછી ઈડર તાલુકાના રૂવચ ગામના ડીમ્પલબેન પટેલનો અંતિમ સંસ્કાર કરાયો હતો.

ડીમ્પલબેનના ઘરમાં અઠવાડીયાથી ઝઘડો ચાલતો હતો

ડીમ્પલબેનના પતિ ભાવેશભાઈ ફલજીભાઈ પટેલને સ્ટાફ કવાર્ટસમાં રહેતા છાયાબેન કલાસવા સાથે આડા સબંધ હોવાની પરિવારજનોને જાણ થતાં છેલ્લા અઠવાડીયાથી પરિવારમાં ઝઘડો ચાલતો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. જેથી છેલ્લા કેટલાક દિવસથી ભાવેશ સિવિલમાં નોકરી કર્યા બાદ સ્ટાફ ક્વાર્ટસમાં રહેવાને બદલે રૂવચ ગામે આવી જતો હોવાની ચર્ચા ગામમાં ચાલી રહી છે.

ડીમ્પલબેનની દીકરી સાત વર્ષની છે

હિંમતનગરના સિવિલના સ્ટાફ ક્વાર્ટસમાં રહેતા ડીમ્પલબેનને ધારા નામની સાત વર્ષની દિકરી છે જેથી તેઓ પોતાની દીકરીને ભણાવતા હતા, અને પોતે જાહેર પરીક્ષાઓ આપવાની તૈયારી પણ કરતા હતા.

સસરાએ જમાઈ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી

ઘટના બન્યા બાદ રૂવચ ગામના બાબુભાઈ તળસીભાઈ પટેલે પોતાના જમાઈના કરતુત જાણતા હોવાથી તેમની વિરૂધ્ધ શુક્રવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. તો સામે પક્ષે છાયાબેન કલાસવાના પરિવારજનોએ પણ ભાવેશભાઈ પટેલ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવા માટે હિંમતનગર આવી પહોંચ્યા હતા.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon