- વાત્સલ્ય ધામ ખાતે ઉત્તર બુનિયાદી કન્યા છાત્રાલય આશ્રમશાળામાં ઘટના બની
- જરૂરી દવા માટે તબીબનું શરણું નહીં લઈને કર્મચારીથી દોરો બંધાવ્યા
- તમામ વિદ્યાર્થીનીઓ પણ આવી અંધશ્રદ્ધાને તાબે થઈ ગઈ
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી વાત્સલ્ય ધામ કન્યા છાત્રાલયમાં કેટલીક વિદ્યાર્થીનીઓ બીમાર થઈ હતી. જેથી ગૃહ માતાએ દવાખાનાના બદલે હાથમાં દોરા ધાગા કરાવ્યાની ઘટના સામે આવી હતી. એક એક વિદ્યાર્થીની રાત્રે અચાનક બૂમાબૂમ કરવા લાગતા તમામ છોકરીઓ ગભરાઈ ગઈ હતી. જેથી સ્થાનિક ગૃહ માટે દોરા ધાગા કરાવીને મામલો શાંત પાડ્યો હતો.
ધોરણ 9 થી 12ની 100થી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામ નજીક વાત્સલ્ય ધામ ખાતે ઉત્તર બુનિયાદી કન્યા છાત્રાલય આશ્રમશાળા આવેલી છે. જ્યાં ધોરણ 9 થી 12ના 100 થી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. કેટલાક દિવસો પહેલા આશ્રમશાળામાં રાત્રિના સમયે એક વિદ્યાર્થીની અચાનક બૂમાબૂમ કરી શારીરિક તકલીફ હોવાની ફરિયાદ કરી હતી. અને તેની સાથે કેટલીક અન્ય વિદ્યાર્થીનીઓ પણ આ દ્રશ્ય જોઈને ડરી ગઈ હતી. આ સમયે સમગ્ર ઘટનાની જાણ આશ્રમશાળાની ગૃહ માતાને થતા ગૃહ માટે પહોંચ્યા હતા.
અંધશ્રદ્ધાના નામે આખી વાત દોહડાવાઈ હોવાની વાત પણ કરી
આ આશ્રમ શાળામાં વિદ્યાર્થીનીઓ જ ભણતી હોય જેથી ત્વરિત ગૃહ માતા વિદ્યાર્થીનીઓ પાસે પહોંચ્યા હતા. અને રાત્રી દરમિયાન જ ગભરાઈ ગયેલી વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન શરૂ કરાયા હતા. જોકે ગૃહ માતા વિદ્યાર્થીનીને સારવાર અથવા જરૂરી દવા માટે તબીબનું શરણું નહીં લઈને ત્યાં જ હાજર એક કર્મચારી પાસે વિદ્યાર્થીનીના હાથમાં દોરા બંધાવ્યા હતા. અને સાથે અન્ય વિદ્યાર્થીઓને પણ શાંત કરવા માટે લાલ દોરા બાંધ્યા હતા. જોકે દોરા શિવરાત્રી નિમિતે બાંધવામાં આવ્યા હોવાની આચાર્ય દ્વારા વાત કરવામાં આવી હતી.
અંધશ્રદ્ધાના નામે આખી વાત દોહડાવાઈ
આશ્રમ શાળાઓમાં દૂર દૂર આદિવાસી વિસ્તારમાંથી બાળાઓ અને વિદ્યાર્થીની અભ્યાસ કરવા આવે છે. જોકે આદિવાસી વિસ્તારમાંથી વિદ્યાર્થીને આવતી હોય તેઓ અંધશ્રદ્ધામાં પણ રાખતા હોવાથી આ ઘટનામાં આશ્રમ શાળા દ્વારા તેનો ફાયદો ઉઠાવ્યો હતો. અને ત્યારબાદ દોરા બાંધ્યા બાદ છોકરીની તબિયત પણ સારી થઈ ગઈ હોવાનું વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું. જેથી તમામ વિદ્યાર્થીનીઓ પણ આવી અંધશ્રદ્ધાને તાબે થઈ ગઈ હતી. તમામ વિદ્યાર્થીનીઓ પેકી એક વિદ્યાર્થીની ઘણા સમયથી માનસિક રીતે અવસ્થ્ય અનુભવતી હોવાની વાતો સામે આવી હતી. અન્ય વિદ્યાર્થીની પણ તેની અસર થાય એ માટે આશ્રમશાળા દ્વારા એ વિદ્યાર્થીનીને પરત ઘરે પણ મોકલી દેવાઇ હતી.