હળવદ તાલુકામાં સરંભડા ગામે ખેતરમાંથી મગફ્ળી કાઢતી વખતે થ્રેસર મશીન ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડકી જતા એક યુવતીનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ સરંભડા ગામની સીમમાં ચુનીલાલ શાંતિલાલ વિરડીયાની વાડીએ થ્રેસર મશીનથી મગફ્ળી કાઢવાનું કામ ચાલુ હતું. ત્યારે થ્રેસર મશીન અકસ્માતે ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડકી જતા થ્રેસરમાં કામ કરી રહેલ મૂળ મધ્યપ્રદેશની વતની જિયાબેન સોફનભાઈ રાઠવા ઉ.18નું કરંટ લાગવાથી મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અલ્પેશભાઈ નામના યુવાનને વીજ શોક લાગતા ઇજાઓ પહોંચતા હળવદની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. સદર ઘટના અંગે હળવદ પોલીસ અકસ્માતે મૃત્યુ અંગેની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.