હળવદ તાલુકાના નાના એવા નવા ઇસનપુર ગામે રહેતા મકવાણા પરિવારનાં આંગણે લક્ષ્મી સ્વરૂપ દીકરીનો જન્મ થતાં પરિવારજનો દ્વારા સમસ્ત ગ્રામજનો તેમજ સગા વહાલાઓ ને તેડાવી 2700 લોકોને લાડુનું જમણ કરાવ્યું હતું.
હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતા બળદેવભાઈ સોંડાભાઈ મકવાણા (દલવાડી) ત્રણ ભાઈઓ હોય ત્રણેય ભાઈઓના ઘરે દીકરા હોય પરંતુ લાડકી દીકરી ન હોય જેથી પરિવારજનો એ મનોમન નક્કી કર્યું હતું કે જો અમારા ઘરે લક્ષ્મી સ્વરૂપ દીકરીનો જન્મ થશે તો ગામમાં આવેલ શ્રી ઝીંઝુવાડીયા હનુમાનજી મંદિરે ધુમાડા બંધ ગામ જમાડીશું.જેથી તાજેતરમાં જ બળદેવભાઈના ઘરે દીકરીનો જન્મ થતાં સમસ્ત ગ્રામજનોને નોતરું આપી જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું અનેસગા વહાલાઓને પણ બોલવામાં આવ્યા હતા. આજે શ્રી ઝિંઝુવાડીયા હનુમાનજી મંદિરે દીકરી અવતરણની ખુશીમાં યોજાયેલ જમણવારમાં 2700થી વધુ લોકો એ એક સાથે ભોજન લીધું હતું અને દીકરીને આશીર્વાદ આપ્યા હતા.