- હાલોલ ડી માર્ટમાં નોકરી કરતા યુવક- યુવતી નાસ્તો કરવા જતા હતા
- અકસ્માત બાદ વાહન સ્થળ પર મુકી ટેમ્પા ચાલક ભાગી છુટયો
- જોકે વડોદરા એસએસજી ખાતે પોંહચતા ફરજ પણ તબીબે સેજલને પણ મૃત જાહેર કરી હતી
હાલોલ ડી માર્ટ માં નોકરી કરતો યુવાન તેના સ્કૂટર ઉપર તેની સાથે કામકરતી યુવતી સાથે રાત્રે દસેક વાગ્યાના સમયગાળા દરમ્યાન નોકરી પતાવી બસસ્ટેન્ડ થી બોમ્બે હાઉસ પાવાગઢ રોડ તરફ્ નાસ્તો કરવા જતા હતા. ત્યારે એમ એસ હાઈસ્કૂલ નજીક પાછળ આવતી આઇસર ટેમ્પોના ચાલકે અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માતમાં સ્કૂટર ચાલાક તથા તેની પાછળ બેઠેલ યુવતી બંનેનું મોત નીપજ્યું હતું. આઇસર ટેમ્પોના ચાલક અકસ્માત સર્જી ટેમ્પો ઘટના સ્થળે મૂકી ભાગી છૂટયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
મૂળ હાલોલ તાલુકાના નાની રણભેટ ગામ ના અને હાલ હાલોલ ખાતે તેની માતા સાથે રહી હાલોલ માં આવેલ ડી માર્ટમાં નોકરી કરી ગુજરાન ચલાવતો જીજ્ઞેશકુમાર અરવિંદભાઈ બારીયા ઉ.વ.22 ના ઓ તેમની સાથે નોકરી કરતી સેજલબેન રાજેન્દ્રભાઇ મકવાણા ઉ.વ.24 મૂળ રહે મોકળ તા કાલોલ હાલ હાલોલ ના ઓ ગત 6 જૂન ના રોજ રાત્રે 10 વાગ્યાના સમય ગાળા દરમ્યાન ડી માર્ટ માંથી પાવાગઢ રોડ બોમ્બે હાઉસ તરફ્ નાસ્તો કરવા જીગ્નેશના સ્કૂટર ઉપર જતા હતા. દરમ્યાન એમ એસ હાઈસ્કૂલ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળ થી આવતી આઇસર ટેમ્પોના ચાલકે ટેમ્પાને પૂર ઝડપે અને ગફ્લત ભર્યું હંકારતા આગળ સ્કૂટર પર જતા જીજ્ઞેશ તેમજ સેજલ ને હડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેને લઇ જીજ્ઞેશ અને સેજલ રોડ ઉપર ફ્ંગોળાઈ જતા બંને ને ગંભીર ઈજાઓ થઇ હતી. અકસ્માત થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બંને ઈજાગ્રસ્ત ને હાલોલ રેફ્રલ હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પર ના તબીબે જીજ્ઞેશને મૃત જાહેર કર્યો હતો, જયારે સેજલ ને વધારે ઈજાઓ હોવાથી તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફ્ર કરવામાં આવી હતી. જોકે વડોદરા એસએસજી ખાતે પોંહચતા ફરજ પણ તબીબે સેજલને પણ મૃત જાહેર કરી હતી. બનાવ ને પગલે હાલોલ ટાઉન પોલીસે અકસ્માત સર્જી ટેમ્પો ઘટના સ્થળે મૂકી ભાગી ચાલાક સામેઅકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.