Halvad: જુગારના અડ્ડામાં કમળ કુળની ત્રિપુટીની સંડોવણી ખૂલી હળવદથી જુગારનો અખાડો પકડાયો,18નેદબોચ્યા

HomeHalvadHalvad: જુગારના અડ્ડામાં કમળ કુળની ત્રિપુટીની સંડોવણી ખૂલી હળવદથી જુગારનો અખાડો પકડાયો,18નેદબોચ્યા

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

હળવદ ભાજપના નેતાઓ બે મહિનાથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ ઘોડીપાસાનો જુગાર રમાડતા હતા.

ત્યારબાદ પોલીસ કાઈ નહીં બગાડી લે એવો પાવર રાખી હળવદ શહેરની એક હોટલમાં રૂમ રાખીને જુગારનો અડ્ડો શરૂ કર્યાની હળવદ શહેર પોલીસને જાણ થઈ હતી. જેના પગલે શહેર પોલીસે દરોડો પાડીને 18 શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે બે શખ્સો નાસી જતા કુલ20 સામે પોલીસ ફરિયાદ દાખલ કરી રૂ. બે લાખનો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શાસક પક્ષના નેતાઓનું જુગારધામ ઝડપાતા પંથકમાં ભારે ચકચારની લાગણી પ્રસરી જવા પામી હતી.

હળવદ ભાજપના કેટલાક નેતાઓ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદના પાવરથી વર્ષોથી પોલીસ ઉપર રોફ્ જમાવવાનો પ્રયાસ કરી લોકોની સેવા કે વિકાસના કામો કરવાના બદલે પોતાના અને નેતાઓના સ્વાર્થ માટે ગેરકાયદે ખનીજચોરી, ભૂમાફ્યિાગીરી અને જુગારધામ જેવી પ્રવુંતિઓ ચલાવતા હોય છે. ત્યારે જ્યારથી ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને સાંસદ ચંદુભાઈ ચૂંટાયા બાદ હળવદ અને ધ્રાંગધ્રાના ભાજપી નેતાઓએ માઝા મૂકી દીધી છે. ત્યારે હળવદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ, પ્રદેશ ભાજપના કિસાન મોરચાના આમંત્રિત સભ્ય અને સતત વિવાદોમાં રહેતા ધારાસભ્ય, સાંસદના ખાસ ગણાતા વલ્લભ સુંદરભાઈ પટેલ સહિત ત્રણ ભાજપી નેતાઓ છેલ્લા બે માસથી ગામડામાં અલગ અલગ જગ્યાએ જુગાર રમતા હતા. અને એવી શેખી મારતા કે પોલીસ અમારું કાઈ ના બગાડી શકે. ત્યારબાદ એવી હિંમત આવી ગઈ કે હળવદ શહેરની લેક વ્યુ હોટેલમાં જ એક રૂમમાં જુગાર રમાડવાનું શરુ કરી દીધુ. બીજી તરફ્ હળવદ વિસ્તારમાં આવી અસામાજિક પ્રવુતિ ચાલે તો અનેક પરિવાર બરબાદ થઈ જાય. જેથી હળવદ શહેર પોલીસ મથકના પીઆઈ આર. ટી. વ્યાસની ટીમ આ ભાજપી નેતાઓનો ફંકો ઉતારવાના મૂડમાં જ હતી. ત્યાં ચોક્કસ માહિતી મળતા શહેર પોલીસના સ્ટાફની ટીમે સોમવારે રાત્રે 12 વાગ્યે દરોડો પાડતા મોટાપાયે ઘોડી પાસાનો જુગાર રમાડવાના અડ્ડાનો પર્દાફાશ થયો હતો. પોલીસે ડબલ એન્જીન સાથે સંકળાયેલા નેતાઓ સહિત કુલ 20 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરતા તાલુકામાં ભારે રાજકારણ ગરમાયું છે.

જુગારના ખેલમાં ત્રણ નેતા પણ સામેલ !

વલ્લભ સુંદરભાઈ ખાવડિયા(આમંત્રિત સભ્ય, પ્રદેશ ભાજપ કિસાન મોરચા, પૂર્વ પ્રમુખ, હળવદ તાલુકા ભાજપ), ભરત હરખાભાઇ(મહામંત્રી, હળવદ તાલુકા ભાજપ), (3) નીલેશ ગામી (પૂર્વ પ્રમુખ, હળવદ તાલુકા પંચાયત).

બે નેતાને પક્ષમાંથી છ વર્ષ માટે હાંકી કઢાયા

મોરબી જિલ્લાના હળવદ શહેરની એક હોટલમાંથી ઘોડીપાસાનું જુગારધામ પોલીસે ઝડપી પાડયું હતું. જેમાં હળવદ તાલુકા ભાજપના નેતાઓની સંડોવણી ખુલતા ચકચારની લાગણી પ્રસરી જવા પામી હતી. ત્યારે સદર મામલે પ્રદેશ ભાજપ કિશાન મોરચાના સદસ્ય વલ્લભ પટેલ અને તાલુકા ભાજપ મહામંત્રી ભરત વઢરેકિયાને પક્ષની છબી ખરડાય એવી પ્રવૃત્તિ કરવા બદલ 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવાનું ફરમાન પક્ષ દ્વારા જારી કરાયું હતું.

કેમિક્લ ચોરીના ખુલાસા બાદ શહેર પોલીસ પણ લાલઘૂમ

હળવદના ચકચારી હાઈવે પરથી ટેન્કરમાંથી કેમિક્લ ચોરીના કાંડમાં ઝડપાયેલ નયન દેત્રોજા નામનો શખ્સ પણ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સાથે હરતો ફરતો હોવાની વિગતો ચર્ચાની એરણે ચડી હતી. તેમજ કેમિકલ ચોરીનું રેકેટ ચલાવવા માટે કેટલાક નેતાઓના ખિસ્સા ગરમ રાખવા ઓનલાઈન નાણાંની હેરાફેરી કર્યાનું પણ સામે આવ્યું હતું. આમ ગેરકાયદે ધંધા શાસક પક્ષ સાથે સંકળાયેલા નેતાઓને કરવા પણ બદનામ પોલીસ થાય. જેથી આ ઘોડી પાસાનો જુગાર રમાડતા ભાજપી નેતાઓનું જુગારધામ પોલીસે ઝડપી પાડીને પોલીસે નેતાઓનો ફંકો ઉતારી દેતા સમગ્ર વિસ્તારના લોકોએ આનંદ વ્યક્ત કર્યો છે.

પોલીસ અમારું કાંઈ ના બગાડે એવી શેખી પણ મારતા..

હળવદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલ કિસાન મોરચા સાથે સંકળાયેલા વલ્લભ પટેલ સહિતના ભાજપી નેતાઓ પોલીસ અમારું કાંઈ ના બગાડી શકે મોજથી રમો એવી જુગારીઓ પાસે શેખી મારતા હતા. પરંતુ હળવદ શહેર પોલીસે સોમવારે મોડી રાતે રેડ કરી નેતાઓને પણ ઝડપી લેતા તમામની હવા નીકળી ગઈ હતી. આ ઉપરાંત પૂર્વ પ્રમુખની સાંસદ અને ધારાસભ્ય સાથે ઉઠકબેઠક હોવાની તસવીરો પણ સામે આવી હતી.

શહેર પોલીસમાં કુલ 20 સામે ગુનો નોંધાયો

1) ભરતભાઈ હરખાભાઇ વઢરેકેયા રહે.કડિયાણા (2) અલૌદિન મહમદભાઈ (3) મહેબુબ નથુભાઈ (4) જાકિર દાઉદભાઈ (5) મોસીન હબીબભાઈ (6) ઈરફન યુનુસભાઈ તમામ રહે. હળવદ (7) દિવ્યેશ કિશોરભાઈ રહે. પીપળી (8) વલ્લભ સુન્દરજીભાઈ પટેલ રહે. રાતાભેર 9) રસીદ જુમાભાઈ (10) ફ્ૈયાઝ યાકુબભાઈ (11) શબીર જુસ્ક્ભાઈ (12) તોહીદ અજીતભાઈ (13) જાવિદ અબ્દુલભાઈ (14) રજાક અકબરભાઈ (15) ઇમરાન હનીફ્ભાઈ (16) સિરાઝ સલેમાંનભાઈ (17) અસ્લમ સલીમભાઈ (18) સલીમ જુમાભાઈ (19) નિલેશ ધનજીભાઈ ગામી રહે. મોરબી અને (20) પંકજ ચમનભાઈ ગોઠી રહે. હળવદ.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon