હળવદ શહેર ખાતે ગત મંગળવાર 26 નવેમ્બર ના રોજ શહેર ને એક હોટલ માં ભાજપ ના ત્રણ રાજકીય હોદ્દેદારોના આશીર્વાદથી ચાલી રહેલો જુગારનો અખાડો ઝડપાયાના છ દિવસ બાદ ફરી તાલુકાના સુસવાવ ગામની સીમમાંથી સ્થાનિક પોલીસે મસ મોટું જુગારધામ ઝડપી લેવામા સફ્ળતા મેળવી છે. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા 7,09,130 જપ્ત કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જો કે, આ દરોડામાં એક જુગારી ફરાર થઈ ગયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ પોલીસ દ્વારા પાછલાં દિવસો માં રાજકીય માથાઓ દ્વારા ચાલી રહેલા જુગાર ના અખાડા નો પોલીસે પર્દાફશ કરતા ત્રણ ભાજપી કુળની ત્રિપુટીની એમાં સડોવવણી ખુલતા સમગ્ર પંથકમાં ચક્ચર મચી જવા પામ્યો હતો ત્યારે ફરી તાલુકાના સુસવાવ ગામની સીમમાં આવેલી આંતરિયાળ આવેલી અરવિંદભાઈ ભગવાનભાઈ પટેલની વાડીમાં પાછલાં છ દિવસથી ચાલી રહેલા જુગારધામ ઉપર હળવદ પોલીસે બાતમીને આધારે દરોડો પાડી સાત આરોપીઓને રૂપિયા સાત લાખ થી વધુ રકમ ઝડપી સાત જુગારીઓને ઝડપી પાડયા હતા જયારે અન્ય એક શખ્સ જે વાડીનો માલિક હતો જે ફરાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ સફ્ળ કામગીરીમાં હળવદ પોલીસ મથકના પીઆઈ આર.ટી વ્યાસ, સર્વેલન્સ કોડના હરવિજય સિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ નાયક, દિનેશભાઈ બાવળીયા સહિતના સ્ટાફે કરી હતી.
ઝડપાયેલ આરોપીઓના નામ
1) સુરેશ જેન્તીભાઈ પટેલ (રહે. મોરબી) (2) હસમુખ વલમજીભાઇ પટેલ (રહે. હળવદ) (3) જગમાલ રેવાભાઇ ભરવાડ (રહે. મોરબી) (4) અશ્વિન રામજીભાઈ મોરડીયા (રહે. મોરબી) (5) જગદીશ ફુલજીભાઈ પટેલ (રહે.મોરબી) (6) સતિષ ધનજીભાઈ પટેલ (રહે. મોરબી) (7) મહેશ રણછોડભાઈ પટેલ (રહે. હળવદ)
ફરાર આરોપી (1) અરવિંદ ભગવાનજી પટેલ-ઇશ્વરનગર (વાડી માલિક)
વાડી માલિક એક દિવસના પાચ હજાર લેતા હતા
હળવદ પોલીસ ઇન્સ.વ્યાસના જણાવ્યા મુજબ, સુસવાવ ગામની સીમમાં અત્રે કરાયેલી જુગારની રેઈડમાં વાડી માલિક પોતાની વાડીમાં જુગારીઓ માટે ચા, પાણીની વ્યવસ્થા કરી આપતા અને રોજ ના પાચ હજાર વસુલ કરતા હતા.
અઠવાડિયાથી જુગારધામ ચાલતુ હતું આ અંગે વધુ માહિતી મુજબ, અત્રે સુસવાવ ગામની સીમમાં ઝડપાયેલું આ જુગાર ધામ હજુ એક અઠવાડિયા થી જ ચાલુ કર્યું હોવાનું અને વાડી માલિક વાડી માં ગેર હાજર રહેતા હોવાનું જાણવા મળ્યું છે
3 મોરબીના આરોપી પણ સામેલ
સુસવાવ ખાતે પકડાયેલા આ જુગારધામ માં સાત લાખ જેટલી મોટી રકમ મળી આવતા આ જુગાર માં રમવા આવતા મોટા ભાગ માં ઈશ્વર નગર ગામ ના રહીશો અને જે પૈકી ના ત્રણ જેટલા લોકો મોરબી ખાતે ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે