ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ગત તા. 11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફ્ળી ખરીદવાનો આરંભ કર્યા બાદ આજદિન સુધીમાં હળવદ તાલુકામાંથી કુલ 1,077 ખેડૂતો પાસેથી 38 હજાર કવીન્ટલથી વધુ મગફ્ળીની ખરીદી કરવામાં આવી છે અને હજુ પણ ટેકાના ભાવે મગફ્ળી ખરીદવાની પ્રક્રિયા નિરંતર જારી છે.
હળવદ તાલુકા માં કપાસ બાદ મગફ્ળીના પાકનું સૌથી વધુ વાવેતર પાછલાં પાચ વર્ષ થી થતું આવ્યું છે. એમાંય ખાસ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે મગફ્ળી નું વાવેતર વધુ થયું છે. સાથે સાથે કમોસમી માવઠા પડવાને કારણે પાકના ઉત્પાદન પર માઠી અસર જોવા મળી છે. તેમ છતાં પણ ખેડૂતોની કોઠાસૂઝને કારણે ઉત્પાદન સંતોષકારક રહ્યું હોવાનો દાવો પંથકના ખેડૂતો કરી રહ્યા છે. બીજી તરફ્ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મગફ્ળીમાં પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી પ્રતિ મણના રૂ.1356.60ના ભાવે મગફ્ળી ખરીદવા જાહેરાત કરતા મોરબી જિલ્લામાં કુલ 9700 ખેડૂતોએ ટેકાના ભાવે મગફ્ળી ખરીદ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ગત તા.11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફ્ળી ખરીદી શરૂ કરતા હળવદ ખરીદ કેન્દ્ર ખાતેથી અત્યાર સુધીમાં કુલ 1,077 બસો ખેડૂતોએ કુલ 38હઝાર કવિન્ટલ મગફ્ળી ટેકા ના ભાવે વેચી હોવાનું સત્તાવાર સૂત્રોએ જાહેર કર્યું હતું.