- જયરાજસિંહના નિવેદન સામે રાજુ સોલંકીનો વળતો પ્રહાર
- ગીતાબા રાજીનામું આપે : રાજુ સોલંકી
- જયરાજસિંહ સામે પણ ગુનો દાખલ કરાય : રાજુ સોલંકી
ગત તારીખ 30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગોંડલ ગણેશ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લાના અનુસુચિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી.ત્યારબાગ જયરાજસિંહના નિવેદન સામે રાજુ સોલંકીએ વળતો પ્રહાર કર્યો હતો.
શું કહ્યું રાજુ સોલંકીએ
રાજુ સોલંકીએ અનુસુચિત જાતિના અગ્રણી છે,અને ગઈકાલે જયરાજસિંહના નિવેદન બાદ તેમણે નિવેદન આપ્યું હતું તેમનું કહેવુ છે કે,જયરાજસિંહ સામે ગુજસીટોક મુજબ કાર્યવાહી થાય,સાથે સાથે અમે ગાંધીનગર સુધી બાઇક રેલી યોજીશું,ગોંડલ સ્વયંભૂ નહિ જયરાજ સિંહના મળતિયાઓએ બંધ કરાવ્યું હતું,કલમ 120 બી, ગુજસીટોક મુજબ કાર્યવાહી કરવા માંગણી કરાઈ હતી.
ગીતાબા પણ રાજીનામું આપે
ફરિયાદી રાજુ સોલંકીએ કલમ 120P હેઠળ જયરાજસિંહની ધરપકડ કરવાની માગ કરી હતી. આ સાથે જણાવ્યું હતું કે, હવે પછીનું આમારું જે આંદોલન સરકાર MLA ગીતાબાનું રાજીનામું લે તે માટેનું હશે. હવે બે દિવસ પછી સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના અમારી સમાજના આગેવાનો એકઠાં થઈશું અને આગળના આયોજન અંગે ચર્ચા કરીશું. અમને જો જરૂર પડશે તો આ બાઈક રેલી અહીંયા થઈ છે અને મુખ્યમંત્રીના આવાસ ગાંધીનગર પણ જઈશું.
ગણેશ જાડેજાએ ટેટને લઈ કરી હતી ટિપ્પણી
ગોંડલ ગણેશની મુશ્કેલીમાં ધીરે-ધીરે વધારો થતો જોવા મળ્યો છે,સવારે અનુસુચિત સમાજના લોકોએ રેલી યોજી હતી જેને લઈ ન્યાય માટે ઝંખી રહ્યાં છે.આજે પોલીસે આરોપીઓનું ઘટના સ્થળે રી-કન્ટ્રકશન કરાવ્યું હતું જેમાં માહિતી સામે આવી છે કે,ફરિયાદીએ પોલીસને ફરિયાદ કરી છે કે,તેના હાથમાં ટેટુ દોરાવ્યું છે તે ટેટુને લઈ ટિપ્પણી કરી હતી.
અનુસુચિત જાતીના સમાજના લોકોએ યોજી રેલી
જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુ.જાતિ સમાજ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત અનુસુચિત સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બીજી બાજું ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલનાં 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યાં છે.
અનુસુચિત જાતીના સમાજના લોકોનું સંમેલન યોજાયુ
જૂનાગઢથી નિકળેલી અનુસુચિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ હવે દલિત સમાજ દ્વારા ડો.આંબેડકર ચોક ખાતે મહાસંમેલનની શરૂઆત થઈ હતી.આ મહાસંમેલનમાં અનુસુચિત સમાજના યુવાનો, મહિલાઓ, અને વડીલો મોટી સંખ્યામાં ઊમટ્યા છે.
રેલીમાં અનુસુચિત જાતીના અગ્રણીઓ જોડાયા
જૂનાગઢથી નિકળેલી અનુ.જાતિ સમાજની બાઈક રેલી જેતપુર, ધોરાજી થઈ ગોંડલ ખાતે પહોંચી હતી. ગોંડલ શહેરના ડુંગર હિર દ્વાર પાસે રાજુ સોલંકીને હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાંગઠીયા ગોંડલ શહેરમાં રેલીમાં જોડાયા હતા. રેલી સવારે 10 કલાકે જૂનાગઢથી નીકળી નવાગઢ ડો.આંબેડકર ચોક પહોંચી હતી. ત્યાંથી ભેંસાણ, જેતપુર, ધોરાજી, ઉપલેટાના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. વિરપુર હાઇવેથી વિરપુર તથા આસપાસના ગામોના કાર્યકર્તાઓ જોડાયા હતા.