નીટ પરીક્ષાકાંડમાં CBIના ગોધરામાં ફરી ધામા છે. જેમાં કેટલાક વાલીઓ-વિદ્યાર્થીઓની CBI દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. CBIએ 5 આરોપીની સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. આરોપી તુષાર ભટ્ટ, વિભોર આનંદની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આરોપી આરીફ વોરા, પરશુરામ રોયની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
પુરુષોત્તમ શર્માની પણ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ
પુરુષોત્તમ શર્માની પણ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ છે. ગોધરા પરીક્ષા કેન્દ્રમાં નીટ પરીક્ષામાં ચોરી કરાવવાના ષડ્યંત્રમાં સીબીઆઈ દ્વારા ફરી એકવાર ગોધરામાં ધામા છે. સીબીઆઈ દ્વારા કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓની પૂછપરછ કરવા સહિત અનેક સ્થળોની મુલાકાત લેવામાં આવી રહી હોવાની પ્રાથમિક જાણકારી છે. સીબીઆઈએ અગાઉ ધરપકડ કરાયેલા છ આરોપીઓ પૈકી પાંચ આરોપીઓ સામે સીબીઆઈ સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હોવાની જાણકારી છે. તેમાં આરોપી તુષાર ભટ્ટ, વિભોર આનંદ, આરીફ વોરા, પરશુરામ રોય અને પુરુષોત્તમ શર્માની ચાર્જ શીટ રજૂ કરાઈ છે.
CBIએ આરોપીઓના વકીલને પેનડ્રાઇવમાં ચાર્જશીટની નકલ આપી
સીબીઆઈ ટીમ નીટ પરીક્ષા ષડ્યંત્રમાં સમયાંતરે તપાસના ભાગરૂપે ગોધરાની મુલાકાત લઈ રહી છે.NEET પરીક્ષા કૌભાંડમાં દેશભરમાં પરીક્ષાર્થીઓના વિરોધ બાદ CBIને તપાસ સોપવામાં આવી હતી. CBIની ટીમ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યમાં તપાસ કરી રહી છે. ગોધરાની જય જલારામ સ્કૂલમાં મેડિકલ માટે મહત્ત્વની ગણાતી નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓના પાસ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. CBIએ આ કેસમાં 8 હજાર પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. CBIએ આરોપીઓના વકીલને પેનડ્રાઇવમાં ચાર્જશીટની નકલ આપી છે.