ગોધરા અને હાલોલ શહેરમાંથી નંબર પ્લેટ વિનાની ગાડીમાં વહેલી સવારે ગૌ તસ્કરી કરવાની બે ઘટનાઓ બની હતી. આ બંને ઘટનામાં ઉપયોગ લેવાયેલી ગાડી અને કાર સંતાડવામાં મદદ કરનાર ઈસમની પોલીસે ગણતરીના કલાકોમાં અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગોધરાના દ્વારકા નગર અને હાલોલના સટાક આંબલી ફળિયા વિસ્તારમાંથી નંબર પ્લેટ વિનાની કારમાં આવેવા ચાર જેટલા ઈસમો દ્વારા ગૌ તસ્કરી કરવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઉપરાંત ગૌ તસ્કરી દરમિયાન સ્થાનિકોએ તસ્કરોને પડકારતા હાલોલમાં તસ્કરે પથ્થર મારવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઉપરાંત ગોધરામાં ગાયના માલિકને મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટનાને લઇ પંચમહાલ જિલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી દ્વારા ગોધરા ડીવાયએસપી એન.વી પટેલ અને ટીમને નંબર વિનાની કાર તેમજ તસ્કરોને શોધી ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે બાદ ગોધરા તાલુકા પીઆઇ પી.કે અસોડાની ટીમ દ્વારા નંબર વિનાની ગાડીની શોધખોળ કરી ગણતરીના કલાકોમાં જ જે સ્થળે ગાડી સંતાડવામાં આવી હતી ત્યાંથી પોલીસે ગાડી સંતાડવામાં મદદ કરનાર ગોધરાના નબીલુદિન ઇકબાલુદિન શાહ (રહે.ગોન્દ્રા)ની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી તેની સાથેના અન્ય સાગરિતોની શોધખોળ હાથ ધરી છે.