Bhavnagar News : ગારિયાધારમાં આંગણવાડીના ભોજનમાંથી નિકળી ઈયળ

HomeGariadharBhavnagar News : ગારિયાધારમાં આંગણવાડીના ભોજનમાંથી નિકળી ઈયળ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • મોટી વાવડી ગામની આંગણવાડીમાં વાલીઓએ કર્યો હોબાળો
  • ભોજનમાંથી ઈયળ નિકળતા વાલીઓમાં રોષ
  • બાળકોને ધનેરા ઈયળવાળું ભોજન અપાતું હોવાનો આક્ષેપ

ભાવનગરના ગારીયાધારમાં મોટી વાવડી ગામની આંગણવાડીના ભોજનમાંથી ઇયળ નિકળતા વાલીઓ રોષે ભરાયા છે.વાલીઓનો આક્ષેપ છે કે,બાળકોને અપાતા ભોજનમાંથી અવાર-નવાર આવી ઈયળ નિકળવાની ઘટના બનતી હોય છે,ત્યારે વાલીઓએ પણ આંગણવાડી પહોંચી હોબાળો કર્યો હતો.મોટી વાવડી ગામે કેન્દ્ર નંબર 1 ની આંગણવાડીના ભોજનમાં ઇયળ નિકળી.

7 માર્ચે નવસારીની એક શાળામાં પણ બની આવી ઘટના

નવસારીના વાંઝણા ગામમાં પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાંથી ઈયળ નીકળી હતી. મળતી જાણકારી અનુસાર, ચીખલીના વાંઝણા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં પિરસાયેલા મગના શાકમાંથી ઇયળ નીકળી હતી. ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ભોજનનું સેમ્પલ લીધું હતું. NGOના માધ્યમથી આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તાને લઇને સવાલો ઉઠી રહ્યા છે.મધ્યાહન ભોજનમાંથી ઇયળ નીકળતા ભોજનની ગુણવત્તાને લઇને સવાલ ઉઠી રહ્યા છે. ઈયળ નીકળતા અન્ય વિદ્યાર્થીઓને ભોજન પીરસવામા આવ્યું નહોતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સ્થળ પર પહોંચી સેમ્પલ લીધા હતા અને તપાસ શરૂ કરી હતી.

70 હજાર કુપોષિત બાળકો

આ આંકડો દેશનો નહી આપણા ગુજરાતનો છે. જે તાજેતરમાં જ વિધાનસભામાં જાહેર થયો છે. પરંતું આ વધતા કુપોષણના આંકડા પાછલ ક્યાં કારણ જવાબદાર હોય તેવો કિસ્સો દક્ષિણ ગુજરાતમાંથી સામે આવ્યો છે. જ્યાં નવસારી જીલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં આવેલી આંગણવાડીઓમાં છેલ્લા એક વર્ષથી રાજ્ય સરકારે ગ્રાન્ટ જ ફાળવી નથી. અને આ ગ્રાન્ટના 80 લાખથી વધુ રૂપિયા ફાળવવાના બાકી છે. એટલે કે, એક આંગણવાડી દીઢ 80 થી 90 હજાર ગ્રાન્ટ ફાળવવાની બાકી છે. જેના કારમે હાલ સ્થિતિ એવી બની છે કે, આંગણવાડી કર્મચારીઓને પોતાના રૂપિયાથી બાળકોને ભોજન કરાવવાનો વારો આવ્યો હતો.

આંગણવાડીમાં ગ્રાન્ટને લઈ કઈ રીતે હોય છે જાણો

આંગણવાડીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી 50-50 ટકા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાંથી કેન્દ્ર સરકારની ગ્રાન્ટ તો મળી જાય છે. પરંતું રાજ્ય સરકારની ગ્રાન્ટ મળતી નથી એવા આક્ષેપો ભૂતકાળમાં લાગેલા છે,તેમાં પણ ત્રણ કેટેગરીમાં અપાતી ગ્રાન્ટમાં માત્ર ટ્રાયબલ વિભાગની એટલે કે, હળપતિ બાળકો માટેની ગ્રાન્ટ વધુ ફાળવવામાં આવતી નથી જેને લઈને આંગણવાડી કર્મચારીઓ મુશ્કેલી અનુભતા હોય છે.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon