- ઘટનાના CCTV આવ્યા સામે, ઓવરસ્પીડ કાર હવામાં ઊડતી દેખાઇ
- કાર ચાલકનો આબાદ બચાવ થયો, કાર મૂકીને ચાલક થયો ફરાર
- પેટ્રોલ પંપ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી
બનાસકાંઠા જિલ્લામાં એક કારના અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક કાર હવામાં 6 એવી રીતે ફંગોળાય છે કે તે 6 ફૂટની ઊંચી દીવાલ કૂદીને બાજુમાં આવેલા ખેતરમાં જઈને ખાબકે છે. કારના અકસ્માતની આ ઘટના ધાનેરા તાલુકાના સામરવાડા પાસેની છે. આ ઘટનાના હચમચાવી દેતા CCTV પણ સામે આવ્યા છે.
સામે આવેલા CCTV ફૂટેજ પેટ્રોલ પંપ પરનો છે જેમાં એક કાર પુરપાટ ઝડપે આવતી દેખાય છે. અચાનક કાર ચાલક કાર પરનુ નિયંત્રણ ગુમાવી દે છે અને કાર માંતેલા સાંઢની જેમ પેટ્રોલ પંપની અંદર ઘૂસે છે. પરંતુ, અનિયંત્રિત થયેલી કાર એટલી સ્પીડમાં હતી કે તે પેટ્રોલપંપની 6 ફૂટની દીવાલ કૂદીને બાજુના ખેતરમાં જઈ પડે છે.
જોકે, સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે, કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. તો સાથે સાથે, સમગ્ર ઘટના રાત્રિ દરમિયાનની હતી અને પેટ્રોલ પંપ પર પણ કોઈ હાજર નહોતું એટલે અન્ય કોઈને નુકસાન થયું નથી.