Dhandhuka: હેવી લાઈનના વાયરોની ચોરીમાં 1 પકડાયો, 3વોન્ટેડ

HomeDhandhukaDhandhuka: હેવી લાઈનના વાયરોની ચોરીમાં 1 પકડાયો, 3વોન્ટેડ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ગાંધીનગર બીજ નિગમની કચેરી બહાર ફાયરિંગથી ખળભળાટ, એકનું મોત

કિરણ ઠાકોર નામના વ્યક્તિનું મોત સચિવાલયમાં કિરણ ઠાકોર નોકરી કરતાં હોવાનું સામે આવ્યું DG ઓફિસથી માત્ર પોણા કિલોમીટરના અંતરે ફયારિંગની ઘટના ગાંધીનગરમાં બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગ...

ધંધૂકાના રાયકામાંથી પસાર થતી લાઈનમાંથી રૂ. 7.97 લાખના વાયરોની ચોરી થઈ હતી

ધંધૂકાના રાયકા નજીક રેલવે લાઇન બાજુમાં પસાર થતી જેટકોની 400 કેવી હેવી વીજ લાઇનના રૂ. 7.97 લાખની કિંમતના 2170 મીટર વીજ વાયરો કાપી ચોરી જવાની ઘટનામાં પોલીસે જેટકો અધિકારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે એક ઈસમની અટકાયત કરી છે. તો પોલીસ આ ગુનામાં સામેલ અન્ય ત્રણ ઇસમોની શોધખોળમાં લાગી છે.

અમદાવાદ જિલ્લાના ધંધૂકાના રાયકાથી હરિપુરા તરફ્ જતી જેટકોની 400 કેવી હેવી લાઇનના વીજ વાયરોને કાપી ચોરી કરવાની ફ્રિાકમાં વાયરોનો જથ્થો આઈસર ટ્રકમાં ભરી આરોપીઓ ભાગી રહ્યા હતા. ત્યારે આઈસર ટ્રક કાદવમાં ફ્સાતા સમગ્ર ચોરીનો ભાંડો ફ્ૂટયો હતો. ઘટનાની જાણ થતાં ધંધૂકા પોલીસ, જેટકોના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ પ્રકરણે જેટકોના અધિકારીએ ધંધુકા પોલીસ મથકમાં ચાર આરોપીઓ સામે રૂ. 7.97 લાખનો વીજ વાયર ચોરી જવા સબબની ફરિયાદ નોંધાવી હતી. આ ગુના સંદર્ભે પોલીસે સાગરખા કેસરખા હોથ રહે. બુઢાણાં તા.શિહોરની અટકાયત કરી હતી. જ્યારે ગુનામાં સામેલ અન્ય ત્રણ ઈસમોની શોધખોળ શરૂ કરી હતી. જેટકોની લાઇનના વીજ વાયરો અગાઉ પણ ચોરી થયા હતા. જે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

સંડોવાયેલા આરોપીઓ

સાગરખા કેસરખા હોથ રહે બુઢાણા,તા.શિહોર (પકડાઈ ગયેલ છે)

એક અજાણ્યો ઇસમ વોન્ટેડ

મુસ્તાક બાબરા રહે. બાબરા જિ. અમરેલી (વોન્ટેડ)

અબ્દુલ કુર્દુશ રહે. ઉત્તરપ્રદેશ (વોન્ટેડ)

ગુનાની વિગત

જેટકોની 400 કેવી હેવી લાઇન

રાયકાથી હરિપુરા સુધીની વીજ લાઇન

2170 મીટર વાયરની ચોરી

ચોરાયેલા વાયરની કિંમત રૂ.7.97 લાખ

એક આઈસર ટ્રક એક આઈ-20 કાર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon