- આ વર્ષે 24 લાખ કિલો ઘાસનું એકત્રિકરણ કરવામાં આવ્યું
- રામપુરા ગ્રાસબીડ તરીકે ઓળખતો 4400 હેકટર સંળગ આવેલો છે
- હાલ માં 80 લાખ કિલો ઘાસ ગોડાઉન માં સંગ્રહિત કરવામાં આવેલ છે
ઝાલોદ, દાહોદ, ગરબાડા, સંજેલી અને લીમખેડા તાલુકામાં ઘાસબીડ નો વિસ્તાર આવેલો છે. જેમાં રામપુરા ગ્રાસબીડ તરીકે ઓળખતો 4400 હેકટર સંળગ આવેલો છે. આ વિસ્તાર માંથી દર વર્ષે વન વિભાગ દ્વારા 25 થી 30 લાખ કિલો જેટલું ઘાસ એકત્રીકરણ કરવામાં આવે છે. જેમાં વનવિભાગ દ્વારા ચાર તાલુકાના લાભાર્થીને રૂા.33 લાખના ઘાસનું વિતરણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
આ વિસ્તારમાં અતિ દુર્લભ ખડમોર સહિત 175 જેટલી પક્ષીઓની જાતો જોવા મળે છે. સાથે ઘાસબીડ અને આજુબાજુ ના વિસ્તારમાં દીપડા, નીલગાય, જંગલી ભૂંડ, વનીયોર, શિયાળ, ઝરખ, અજગર જેવા વન્યપ્રાણી જોવા મળે છે. ખૂબ જ જૈવિક વિવિધતા ધરાવતો આ વિસ્તાર દાહોદ ટાઉનથી 4 થી 5 કીમી ના અંતરે આવેલો છે. ચાલુ વર્ષ એટલે કે 2022.23 ના વર્ષ માં 24 લાખ કિલો ઘાસ એકત્રીકરણ કરવા માં આવેલ છે. જેનો સંગ્રહ વન વિભાગના દાહોદ, રામપુરા,લીમખેડા અને બારીયા ખાતે આવેલ ઘાસ ગોડાઉનમાં કરવામાં આવેલો હોવાનું નાયબ વન સઁરક્ષક આર એમ પરમારે જણાવ્યું છે. હાલ માં 80 લાખ કિલો ઘાસ ગોડાઉન માં સંગ્રહિત કરવામાં આવેલ છે.આ ઘાસ જરૂરિયાત મુજબ અછત ના સમયે સમગ્ર રાજ્યના વિસ્તારોમાં આપવામાં આવે છે.આ વર્ષે ચોમાસા પછી પરિપક્વ થયેલ ઘાસ વન વિભાગ દ્વારા 24 લાખ કિલો જેટલો જથ્થો એકત્રીકરણ કરી બાકી રહેતું ઘાસકુલ 6.80 લાખ કિલો જેટલું વિના મૂલ્યે વાઢકામ કરી કુલ 1460 લાભાર્થી દ્વારા તેમના ઉપયોગ માટે એકત્રીકરણ કરી લઈ ગયા છે.