- ત્રણ દિવસથી અજગર કૂવામાં પડયો હતો
- અજગરની જાત ઇન્ડિયન રોક પીથોન હોવાનું જાણવા મળ્યું
- આ જાતિ બિનઝેરી માનવામાં આવે છે જેમાં કોઈ ઝેર હોતું નથી
દેવગઢબારીયા તાલુકા ના ઉંચવાણ ગામે દિનેશ રણછોડ કોળીના 35 ફૂટ ઊંડા કુવામાં છેલ્લા ત્રણ દિવસથી અજગર પડયો હોવાની માહિતી રેસ્ક્યુ ટીમે કુવામા ઉતરવા માટે દોરડા મંગાવી અજગર નું રેસ્ક્યુ કર્યું હતું.
ખેતરમાં બકરા ચરાવતા ગોવાળિયા ઓ કુવામા અજગર ને જોઈ જતા કરી હતી. મોટીઝરી ગામના વિનય પટેલે કુવામા ઉતરી અજગરને પકડી એક મોટા થેલામાં ભરી દોરડાથી બાંધી બહાર કાઢયો હતો. અજગર ને બહાર કાઢી તેનું વજન જોતા વજન 22 થી 25 કિલોગ્રામ જેટલું અને લંબાઈ આશરે 12 ફૂટ જેટલી હતી. આ અજગરની જાત ઇન્ડિયન રોક પીથોન હોવાનું જાણવા મળ્યું છે. આ જાતિ બિનઝેરી માનવામાં આવે છે જેમાં કોઈ ઝેર હોતું નથી. આ અજગરને હાલમાં ડાંગરીયા નર્સરી ખાતે જુવાન વિરસિંગની દેખરેખ માં રાખવામાં આવેલ છે.