- દેવગઢબારીયાના આમલીપાણી છોત્રા અને સાદડિયા ગામે
- ડુંગરોમાં માનવ બળથી પણ વાવેતર થઇ શકે તેમ નથી
- આમલીપાણી વિસ્તારમાં ડ્રોનથી બીજનો છંટકાવ કરાયો હતો.
દેવગઢબારીયા તાલુકાના આમલીપાણી છોત્રા અને સાદડિયા ગામે ડુગરો અને ઢળાવોની જમીનમાં ડ્રોન દ્વારા બીજનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ નાયબ વનસંરક્ષક આર.એમ.પરમાર તથા સહાયક વન સંરક્ષક દ અભિષેક સમારીયા દાહોદ ના સૂચના અને માર્ગદર્શન મુજબ પરિક્ષેત્ર વન અધિકારી સાગટાળા પી.એચ.પ્રજાપતિની દેખરેખ હેઠળબારીયા વન વિભાગની સાગટાળા રેન્જના કાર્યક્ષેત્રનો કુલ 8050.00 હેકટર વન વિસ્તાર આવેલો છે. રેન્જનો તમામ વન વિસ્તાર અતિગીય, ડુંગરભાગ અને અતિદુર્ગમ વન સંપતિ ધરાવતો વન વિસ્તાર આવેલો છે, જેમાં જે દુર્ગમ વિસ્તાર આવેલ છે કે જયાં માણસ પહોચી શકે તેમ નથી. જયાં માનવ બળથી પણ વાવેતર થઇ શકે તેમ નથી. રોપા વાહતુક થઇ શકે તેમ ન હોય તેવા વન વિસ્તારો વાવેતર વિના વંચિત ન રહી જાય તે હેતુથી વન વિભાગ ધ્વારા એક નવતર પ્રયોગ રુપે આધુનિક પધ્ધતિથી હાલમાં સાગટાળા રેન્જમાં નાયબ વન સંરક્ષક આર એમ પરમારે ડ્રોન ઘ્વારા બીજ વાવેતર કરવા માટે 60.00 હેકટરનો લક્ષ્યાંક ફળવવામાં આવેલ છે. સરકારની વન વ્યવસ્થા અને વિકાસની યોજના હરિત વસુધરા પ્રોજેકટ અંતર્ગત ડ્રોન થી બીજ વાવેતર કરવા માટે સાગટાળા રેન્જમાં સાગટાળા(પુર્વ)નો હેકટર 30,00 દુર્ગમ પહાડોવાળો જંગલ ભાગ,છાસીયા સાદડીયા અને આમલીપાણી છોત્રા હેકટર 30.00 ના અતિ દુર્ગમ અને ખુજબ અંતરીયાળ ડુંગરવાળો પહાડી વિસ્તાર તેમજ ઉંડા કોતરો જયાં માનવ જાતને જવું અતિ મુશ્કેલ છે. તેવા છોટાઉદેપુર વન વિભાગની બોર્ડરવાળા અતિ દુર્ગમ જંગલ વિસ્તારમાં આ ડ્રોન ધ્વારા બીજનું વાવેતર કરાય છે.
વિરપુરના જમઝર માતાજીના ડુંગરને હરિયાળો બનાવવા ડ્રોનથી બીજનો છંટકાવ
રાજ્ય સરકારના સઘન પ્રયત્નો થકી ઘનિષ્ઠ વનીકરણને લઈને વિવિધ ટેકનોલોજીના માધ્યમ દ્વારા બીજનું વાવેતર અને વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મહિસાગર વન વિભાગ વિરપુર જમઝર માતાજીના ડુંગરને હરિયાળો બનાવવા અનેક પ્રયત્નો હાથ ધરાયા છે.. મહીસાગર જિલ્લા વન સંરક્ષક એન.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ બાલાસિનોર રેન્જ દ્રારા વિરપુરના જમઝર માતાજીના ડુંગર ઉપર 5 હેક્ટરના વિસ્તારમાં 50 કિલો જેટલું ખેર, ખાખરો, કરમદા વિગેરેનું જેવા બીજનું સીડબોલ બનાવી ડ્રોનથી વાવેતર કરવામાં આવ્યું હતું.