દિવ્યાંગ મતદારોને મતદાન સંદર્ભે માર્ગદર્શન અપાયું

HomeDevgadh Bariaદિવ્યાંગ મતદારોને મતદાન સંદર્ભે માર્ગદર્શન અપાયું

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

  • લીમખેડા, દે.બારિયા અને ઝાલોદ તાલુકામાં
  • દિવ્યાંગ મતદારો 100 ટકા મતદાન કરે તે હેતુથી માર્ગદર્શન આપવામાં આવ્યું
  • સૌ લોકોએ અચૂકપણે મતદાન કરવા માટેની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી

 દેવગઢબારીયા તાલુકા સહીત સ્વીપ અંતર્ગત લીમખેડા અને ઝાલોદ તાલુકામાં દિવ્યાંગ મતદારો સાથે કાર્યક્રમ યોજાયા હતા.

 પ્રાપ્ત વિગતો મુજબ ભારતના ચૂંટણી પંચ તરફ્થી લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 અંતર્ગત ચૂંટણી તા. 07 મેના રોજ યોજાનાર છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના પર્વ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને તે માટે મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે દાહોદના દિવ્યાંગ મતદારો 100 ટકા મતદાન કરે તે હેતુથી તેઓ લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોનું પ્રતિનિધિત્વ વધે અને લોકો બુથ સુધી પહોંચે તે માટે દાહોદ જિલ્લાના લીમખેડા, દેવગઢ બારિયા અને ઝાલોદ તાલુકામાં દિવ્યાંગ મતદારો સાથે SVEEP એકટીવિટી હેઠળ મતદાન અંગે માર્ગદર્શન સાથે માહિતી પણ આપવામાં આવી હતી. ઉપરાંત ઉપસ્થિત સૌ લોકોએ અચૂકપણે મતદાન કરવા માટેની હાકલ સહિત પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. જેમાં દિવ્યાંગ મતદારોને મતદાન માટે જાગૃત કરવાની સાથોસાથ હેલ્પલાઇન નં. 1950 વિશે પણ જાણકારી આપી માહિતગાર કરવામાં આવ્યા હતા.



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon