ડાકોરના ગોમતી તળાવામા અસંખ્ય માછલીઓના મોત થયા છે.નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે મોત થયા હોવાની વાત સામે આવી છે.તળાવમાં જળકુંભીનું સામ્રાજય જોવા મળ્યું છે.તો નગરપાલિકા ગોમતી તળાવની જાળવણીમાં નિષ્ફળ ગયું છે જેના કારણે અસંખ્ય માછલીઓના મોત થયા છે,આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે,માછલીઓના મોતના કારણે તળાવમાં દુર્ગધ મારી રહી છે.
તળાવમાં અસંખ્ય માછલીઓના મોત
ડાકોરના ગોમતી તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે જેના કારણે સ્થાનિકોમાં અને જીવદયાપ્રેમીઓમાં રોશની લાગણી જોવા મળી છે આ તળાવ એટલું સુંદર હતુ કે નગરપાલિકાએ તેની સૂરત બદલી નાખી છે.તળાવમાં ગંદકીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે સાથે સાથે જળકુંભી પણ છે કોઈને જોતા પહેલીવારમાં એવું લાગે કે આ કોઈ ખેતર હશે પરંતુ આ ખેતર નથી નગરપાલિકાની બેદરકારીના કારણે આ દ્રશ્યો સર્જાયા છે.ગોમતી તળાવની આસપાસ પણ ગંદકીનું સામ્રાજય જોવા મળ્યું છે.
તળાવમાં ગંદકીના દ્રશ્યો
માછલીઓને ખોરાક આપવા આવતા લોકોને તળાવ અંદર રહેલી માછલીઓના સામુહિક મોતના કારણે પરેશાની ઉભી થઇ છે. કિનારે પડેલી અસંખ્ય માછલીઓના સબને પક્ષીઓ કુતરાઓ પિંખી રહ્યા છે અને મૃત માછલીઓને લઈ હવામાં દુર્ગંધ પણ ફેલાઈ રહી છે.તળાવમાં ગંદકી અને અસ્વચ્છ પાણીના કારણે પણ મોત થયા હોવાની શંકા સેવાઈ રહી છે.માછલીઓને શ્વાસ લેવામાં તકલીફ પડે જેના કારણે મોત થયા હશે,જો તંત્ર દ્રારા જલદીથી આ તળાવમાં સફાઈ નહી થાય તો હજી પણ માછલીઓના મોત થઈ શકે છે.
ગટરની લાઈન મિકસ થઈ ?
સ્થાનિકોનું કહેવું છે કે,તળાવમાં ગટરની લાઈન મિકસ કરી દેવાઈ છે જેના કારણે તળાવમાં ગટરનું ગંદુ પાણી પણ દેખાય છે.જો ખરેખર તળાવમાં ગટરનું પાણી ભળતું હોય તો તેના કારણે મોટી સમસ્યા સર્જાઈ શકે છે,અગામી સમયમાં લોકોના ઘર સુધી પણ આ દૂષિત પાણી આવી શકે છે.નગરપાલિકા જરા શરમ કરો તમારા કારણે કેટલા લોકોને તકલીફ પડી રહી છે.જલદીથી આળસ ખંખેરો અને તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવો તે જરૂરી બન્યું છે.