- દીપડાના પગના નિશાન હોવાનું અનુમાન
- ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી
- જંગલી જનાવરના પગલા દેખાતા ગ્રામ જેનોમાં ફ્ફ્ડાટ વ્યાપયો
બાલાસિનોર તાલુકાના જનોડ ગામમાં જંગલી જનાવરના પગલા દેખાતા ગ્રામ જેનોમાં ફ્ફ્ડાટ વ્યાપયો છે.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જનોડ ગામની અંતરિયાળ સીમ પાસે આવેલ મહીસાગર નદીના આસપાસ નો વિસ્તાર જે જંગલ જેવો અને મોટા કોતર વિસ્તાર છે તે વિસ્તારમાં વાઘ જેવા જંગલી જનાવર દેખાયો હોવાની ચર્ચા એ જોર પકડયું છે ત્યારે આ વિસ્તારમાં કોઈ જંગલી પ્રાણીના પગના નિશાન જોવા મળ્યા હતા જેથી ગ્રામજનોમાં ફ્ફ્ડાટ વ્યાપી જવાબ પામ્યો છે ત્યારે ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સોમવારે સવારે ફેરેસ્ટ વિભાગના અધિકારીઓ જનોડ ખાતે પહોંચી ગયા હતા. અને આસપાસ ના વિસ્તારોની મુલાકાત લીધી હતી ત્યારે મહીસાગર નદી ની આસપાસ નો વિસ્તારમાં સર્ચ કરતા કોઈ દીપડાના પગના પંજા ના નિશાન જોવા મળ્યા હતા. જેને લઇ જનોડ તથા આસપાસના વિસ્તારમાં વાઘ આવ્યો હોવાની ચર્ચાને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ટીમ દ્વારા સરવે કરાયો : ફોરેસ્ટ અધિકારી
બાલાસિનોર તાલુકા ના જનોડ ખાતે જંગલી પ્રાણીના પગનો પંજો દેખાવા બાબતે બાલાસિનોર રેન્જ ફેરેસ્ટ ઓફ્સિર જુહીબેન ચૌધરીનો ટેલીફેનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે જ્યાં ગ્રામજનો દ્વારા જગ્યા બતાવવામાં આવે છે ત્યાં કોઈપણ જાતના પગલાં મળેલ નથી પરંતુ અમારી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યા ત્યાં દીપડાના પગના પંજા હોવાનું જણાઈ આવતા તે મહીસાગર નદીના કિનારે આવેલ કોતરોમાં હોવાનું અનુમાન કરી રહ્યા છે.