Prashant Samtani, Panchmahal – હાલના સમયમાં યુવાનોમાં ક્રિકેટ નો ક્રેઝ વધ્યો છે. ક્રિકેટની ટ્રેનિંગ લેવા ઘણા યુવાનો ઘણા રૂપિયા ખર્ચતા હોય છે. લોકો મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટમાં ક્રિકેટની ટ્રેનિંગ મેળવવા જતા હોય છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા મુકામે સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ પર આશરે 10 વર્ષથી પંચમહાલ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા વિનામૂલ્યે લોકોને ક્રિકેટની ટ્રેનિંગ આપવામાં આવે છે.
પંચમહાલ જિલ્લા ક્રિકેટ એશોશિયેશન ના ક્રિકેટ ટ્રેનર કિશોરભાઈ દ્વારા ગોધરા શહેરના યુવાનોને વિનામૂલ્યે ક્રિકેટની ટ્રેનિંગ આપે છે. અહી અંડર 14, અંડર 16, અંડર 19, અંડર 20, અંડર 23 તથા સિનિયર કેટેગરીના લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે.
અહીથી ટ્રેનિંગ મેળવી હિરલ સોલંકી નામની યુવતી અંડર 19 વુમન ક્રિકેટ લીગમાં સ્ટેટ લેવલ પર ગુજરાત ટીમની કેપ્ટન રહી ચૂકી છે. અને ગુજરાત ટીમને સ્ટેટ લેવલ પર રિપ્રેસેન્ટ કરે છે. તે ઉપરાંત 6 થી વધુ વિદ્યાર્થીઓ સ્ટેટ લેવલ પર રમી રહ્યા છે.
પંચમહાલ જિલ્લા તેમજ આજુ બાજુના જિલ્લાના 75 ઉપરાંત લોકોને પંચમહાલ જિલ્લા ક્રિકેટ એશોસિયેશન પૂરી પાડે છે. અહી દરેક વ્યક્તિને નિશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવે છે. જો તમે પણ ક્રિકેટની ટ્રેનિંગ લેવાનું વિચારી રહ્યા છો, તો તમેં પણ અહી મેળવી શકો છો ટ્રેનિંગ.
અહી ક્રિકેટની ટ્રેનિંગ મેળવી કેટલાય લોકો નેશનલ લેવલ પર પણ ક્રિકેટ રમી રહ્યા છે. અહી લોકોને એક્સપર્ટ ટ્રેનર દ્વારા સવારે 7 થી 9 અને સાંજે 4 થી 6 દરમિયાન દિવસના 4 કલાક ક્રિકેટ ની ટ્રેનિંગ આપવામાં આવે છે.
સ્થળ – એસ.પી.ટી. સાયન્સ એન્ડ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડ****મોબાઈલ – 8511966999
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર