અજબ પ્રેમ કી ગજબ કહાની: બાકી માની ગયા, વિદેશી ગર્લફ્રેન્ડને અંકલેશ્વરના યુવકે બનાવી ઘરની વહુ

HomeBharuchઅજબ પ્રેમ કી ગજબ કહાની: બાકી માની ગયા, વિદેશી ગર્લફ્રેન્ડને અંકલેશ્વરના યુવકે...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

કહેવાય છે કે પ્રેમને કોઈ સીમા હોતી નથી. આ કહેવતને સાર્થક કરતો કિસ્સો અંકલેશ્વરમાં સામે આવ્યો છે. અહિંયા અનોખી લવ સ્ટોરી જોવા મળી છે. જેમા આ લવસ્ટોરીમાં ફિલિપાઇન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી  હતી. એટલું જ નહીં વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખુબજ લગાવ હતો જેણે ભારતીય સંસ્કૃતિ અનુસાર લગ્ન કર્યા છે.

young man from Ankleshwar got married to a girl from the Philippines

અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુપ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી પર પડી અને તેને દીલ આપી બેઠો. સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા તે એક્સેપટ થઇ હતી . આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી.  બંનેની ઓનલાઇન વાતચીત શરૂ થઇ હતી અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઇ ગઈ તેની બંનેને ખબરજ ન પડી.

News18

પ્રેમ એટલો આગળ વધ્યો બંનેએ એક થવાનું નક્કી કર્યું પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા. અલગ સંસ્કૃતિ અલગ દેશ અને અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવાર પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતું હતું. બે વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા LIMBAJANE MAGDAO ને પત્ની તરીકે સ્થાન અપાવવા સફળ થયો હતો અને પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો.

News18

લીગીલ પ્રોસેસ માટે  ફિલિપાઇન્સમાં પિન્ટુ અને LIMBAJANE MAGDAO એ લગ્ન કર્યા બાદ બન્ને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતી અનુસાર બંને લગ્ન ગ્રંથીથી જોડાયા છે. ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખુબજ લગાવ છે જેણે ભારતીય રસોઈ થી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજ અપનાવી લીધા છે.

News18

ઉલ્લેખનીય છે કે પ્રેમની કોઈ સીમા તે કહેવતને ખરેખરમાં આ પ્રેમીપંખીડાએ સાબિત કરીને બતાવ્યું છે. ગુજરાતના અંકલેશ્વરમાં રહેતા યુવકને ફિલિપાઇન્સની યુવતી સાથે પ્રેમ થયો અને તે વિદેશી યુવતી સાત સમુંદર પાર કરીને ભારત આવી હતી અને હિંદુ રીત રીવાજ મુજબ લગ્નના તાંતણે બંધાઈ. જેથી હાલ આ બંન્નેનેની લવસ્ટોરી રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

News18

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon