ભરુચ: રસ્તા પર ઉભેલી ટ્રકનું અચાનક ટાયર ફાટ્યું હતું અને આગ ફાટી નીકળી હતી. ભરૂચના નબીપુર નજીક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટ્રક રસ્તા પર ઉભેલી હતી, ત્યારે અચાનક તેનું ટાયર ફાટ્યું અને એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોતા જોતામાં આખી ટ્રક આગની લપેટોમાં આવી ગઈ અને દોડધામ મચી ગઈ હતી.