અરવલ્લી: ફરી એક વાર અંધશ્રદ્ધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અરવલ્લીના માલપુરના પીપરાણાના મુવાડા ગામે અંધશ્રદ્ધાએ મહિલાનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે મહિલાના પરિવારજનોએ ભુવા બાબુસિંહ સામે આક્ષેપ કર્યા છે. ભુવા બાબુસિંહ સામે મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ભુવાએ કંઈક ખવડાવ્યા બાદ મહિલાનું મોત થયું છે. હાલ ભુવો ફોન બંધ કરી ઘરમાંથી ગાયબ થઇ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભુવાના પિતાએ તમામ આક્ષેપો ફગાવી ભુવાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, ગત 9 તારીખે બીમાર મહિલાને પરિવાર લઈને આવ્યો હતો. ભુવાએ ના પાડી છતાં પરિવારે સારવારનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભુવાએ કંઈ પણ પિવડાવ્યું નથી. બીજી બાજુ, મહિલાના મૃતદેહને પીએમ માટે માલપુર ખાતે લવાયો છે.
અરવલ્લી જિલ્લામા અંધશ્રદ્ધામાં મહિલાનું મોત
ન્યૂઝ 18 પહોંચ્યુ ભુવાજીના ઘરે#News18Gujarati #GujaratiNews #BREAKINGNEWS #NewsUpdate pic.twitter.com/BOObVEGY7G— News18Gujarati (@News18Guj) October 14, 2024
આ પણ વાંચો:
વડોદરાઃ વિશ્વામિત્રી નદીનો ખૂંખાર મગર મહિલાને ખેંચી ગયો, જડબામાં દબાવી દીધી!
મળતી માહિતી અનુસાર, ભુવાએ મહિલાને કંઇક પીવડાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જે બાદ મહિલાનું મોત નીપજ્યું હતું. અંધશ્રદ્ધાના કારણે 28 વર્ષીય મહિલાનું મોત નીપજતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ભુવાના પિતાએ જણાવ્યું કે, તેમને અમે ના પાડી હતી, છતાં તે લોકો આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમે તમારું બનતું કરો. એટલે અમે ના પાડી હતી કે ઉપાય થાય એવું નથી. તો તેમણે કહ્યું હતું કે, છતાં માતાજીની દયાથી કંઇ થતું હોય, કંઇ દોરો કે કંઇક કરો. પરંતુ કંઇ પીવડાવ્યું નથી. પાણી આપતાં તેને મોઢામાં ફીણ આવતાં હતા. પાણી પણ નીકળી જતું હતું. આ લોકો ખોટા આક્ષેપ કરી રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર