દાહોદ: ગુજરાતભરમાં દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે. લોકો ચોરી કરવા માટે અવનવી રીતો અપનાવતા હોય છે. જોકે હવે તેની સામે ગુજરાતની પોલીસ પણ હાઈટેક બની છે. ચોરીના ગુનાને ઉકેલવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરતી થઈ છે. દાહોદમાંથી એક મંદિરમાં થયેલી ચોરી કરવા આવેલા ચોરોને પકડવા માટે થઈને દાહોદ પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો. અડધી રાત્રે મંદિરમાં ઘૂસેલા ચોરને ઝડપી પાડવા માટે પોલીસે શરૂ કરી ડ્રોન કેમેરાથી તસ્કરોને દબોચી લીધા છે. પોલીસની આ અનોખી કામગીરીને ગૃહરાજ્યમંત્રીએ વખાણી છે. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સાઈટ ‘X’ પર વીડિયો શેર કર્યો છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશ્યલ મીડિયા સાઈટ X પર ટાંક્યું કે,….‘દાહોદ SP, અને ટીમની વખાણવા જેવી કામગીરી’ આદિવાસી વિસ્તારમાં પોલીસે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાત્રીના સમયે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરીને આરોપીને પકડ્યા છે”. આવો જોઈએ શું છે સમગ્ર મામલો.
બનાવની વિગતો જોઈએ તો, દાહોદના ઝાલોદ નગરના લુહારવાડા વિસ્તારના મહાદેવ મંદિરમાં અડધી રાત્રે ચોરો ચોરી કરવા માટે આવ્યા હતા. ચોરોએ મંદિરમાં ચોરી કરવા માટે તાળા તોડવાના ચાલુ કરતા અવાજ થયો હતો. અવાજને લઈ આસપાસના લોકો જાગી ગયા હતા અને તરત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાનો કોલ મળતા જ ડી.વાય.એસ.પી. પટેલ, પી.આઈ. રાઠવા, પી.એસ.આઈ. માળી, સે.પી.એસ.આઈ. સિસોદિયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચો:
‘એ હાલો…ઘરે બેઠા સોનાના જુના દાગીનાને નવા કરો’, આવું સાંભળીને લાલચમાં ન આવતા, વલસાડ પોલીસે કર્યા સચેત
Excellent Work by Dahod SP & Team!
Have you ever thought? Tribal District Police using thermal image night vision drones to crack cases, setting new standards for rural policing!
Yesterday, a temple thief fled into a dense forest, but DSP Dahod & team didn’t let him escape!… pic.twitter.com/16YyjkC2o7
— Harsh Sanghavi (@sanghaviharsh) September 16, 2024
ગામના લોકો અને પોલીસ મંદિર પાસે પહોંચી હતી. પોલીસ અને ગ્રામજનોને જોઈ ચોરો મંદિરની પાસે ખુલ્લા ખેતરમાં ભાગવા લાગ્યા હતા. જેની પાછળ પોલીસ પણ પકડવા માટે ભાગી હતી. ખેતરોમાં ઢીંચણ સુધી પાણી અને કાદવ કીચડની વચ્ચે ચોરો પાછળ પોલીસ દોડી રહી હતી ત્યારે ફિલ્મ જેવા દૃશ્યો સર્જાયા હતા. ચોરોએ બચવા માટે પથ્થરમારો કર્યો હતો.
આ પણ વાંચો:
ગુજરાતમાં વધારે વરસાદ પડ્યાની પીએમ મોદીને થઈ ચિંતા! ગાંધીનગરની મહિલાઓને આપી ખાસ સલાહ
પ્રાપ્ત માહિતી મુજબ, અંદાજીત રાત્રિના બે વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ચોરોને પકડવાનું ઓપરેશન ચાલ્યું હતું. મંદિરમાં કુલ ચાર ચોરો ચોરી કરવા આવ્યા હતા અને તેમાંથી બે ચોરોને પકડવામાં પોલીસને સફળતા મળી છે. જ્યારે અન્ય આરોપીઓને પકડવા પોલીસે ડ્રોનની મદદ લીધી હતી. આ તમામ ચોરો મધ્યપ્રદેશ તરફના હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં પોલીસની કામગીરીને લઈને પ્રશંસા કરવામાં આવી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર