દાહોદ: સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની વિદ્યાર્થિનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સવારે શાળામાં સમયસર ગયેલી વિદ્યાર્થિની ઘરે પાછી ન ફરતા પરિવારજનોએ શાળામાં તપાસ કરવા ગયા હતા. જે બાદ મોડી રાત્રે એસપી, એલસીબી સહિતની પોલીસ ટીમો શાળામાં પહોંચી અને તપાસ હાથ ધરી હતી. ત્યારે 6 વર્ષની બાળકીનો શંકાસ્પદ હાલત મૃતદેહ મળી આવ્યો છે.
શાળાથી સમયસર પરત ફરી ન હતી
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં છ વર્ષની બાળકીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પહેલા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સવારે સમયસર શાળામાં ગઈ હતી. પરંતુ તે સમયથી ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. શાળામાં તપાસ કરતા બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી. જે બાદ તેને તાત્કાલિક લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. પ્રાથમિક દૃષ્ટિએ જોતા બાળકી પર દુષ્કર્મ થયાની આશંકા સેવાઈ રહી છે.
પીએમ બાદ ચોક્કસ કારણ ખબર પડશે
બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બાળકીના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.
બાળકીનો મૃતદેહ જોતા જ આખા પરિવાર પર જાણે દુ:ખનો પહાડ તૂટી પડ્યો હોય તેમ શોક વ્યાપી ગયો હતો. હાલ પોલીસે તપાસ તેજ કરી છે.
દીકરી બેભાન અવસ્થામાં મળી આવી હતી
ડી.વાય.એસ.પી. જય કંસારાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, તોરણીયા પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શાળાનો સમય પૂરો થયા બાદ ઘરે પહોંચી ન હતી. જેથી પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવી હતી. જેથી તાત્કાલિક તેને સરકારી દવાખાને લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવી છે. જેથી ફોરેન્સિક ડોક્ટરો દ્વારા પી.એમ. કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર