દાહોદ: શાળામાંથી બાળકીનો શંકાસ્પદ હાલતમાં મળેલા મૃતદેહ મામલે થયો ચોંકાવનારો ખુલાસો

HomeDahodદાહોદ: શાળામાંથી બાળકીનો શંકાસ્પદ હાલતમાં મળેલા મૃતદેહ મામલે થયો ચોંકાવનારો ખુલાસો

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

દાહોદ: સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની વિદ્યાર્થિનીનો બે દિવસ પહેલા (19/09/2024) શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સવારે શાળામાં સમયસર ગયેલી વિદ્યાર્થિની ઘરે પાછી ન ફરતાં પરિવારજનોએ શાળામાં તપાસ કરવા ગયા હતા. જે બાદ મોડી રાત્રે એસપી, એલસીબી સહિતની પોલીસ ટીમો શાળામાં પહોંચી અને તપાસ હાથ ધરી હતી. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીના મોતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આવો, જોઈએ શું છે સમગ્ર મામલો.

બનવાની વિગતો જોઈએ તો, ગત તારીખ 19/09/2024ના રોજ દરરોજની જેમ રણધિકપુર તાલુકાના પીપળીયા ગામની બાળકી શાળાએ જવા માટે નીકળી હતી. થોડી વારમાં શાળાના આચાર્ય ત્યાંથી પસાર થતાં બાળકીને પોતાની ગાડીમાં બેસાડી શાળાએ લઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બાળકી પ્રાર્થના સમયેથી બપોર સુધી શાળામાં હાજર હતી. પરંતુ બાળકોની હાજરી રજિસ્ટ્રારમાં તે ગેરહાજર હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો;
Tarnetar Mela Gujarat: ગુજરાતી સંસ્કૃતિની છબી રજૂ કરતા તરણેતરના મેળાની લાજ લૂટાયા બાદ હવે આગળ શું થશે?

મોડી સાંજ સુધી બાળકી ઘર નહીં આવતાં બાળકીના દાદાને ચિંતા થઈ અને તેમણે બાળકીના પિતાને બાળકીની શોધખોળ માટે વાત કરી. ત્યારે બાળકીના પિતા અને બાળકીના 2 કાકા ત્યાં શોધખોળ માટે શાળા તરફ નીકળ્યા. બાળકીની આસપાસ તપાસ કર્યા બાદ શાળાની અંદર તપાસ કરવાનો નિર્ણય કરાયો.

શાળાનો ગેટ બંધ હોવાથી શાળાનો કોર્ટ કૂદી અને શાળાના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા હતા. બાળકીના પિતા દ્વારા શાળાના પાછળ અને અંદરના ભાગે શોધખોળ શરૂ કરી હતી. ત્યારે અચાનક બાળકીના પિતાની નજર બાળકી પર પડી જેમાં બાળકી શાળાના પાછળના ભાગે કમ્પાઉન્ડ વોલની પાસેના ભાગે અતિ ગંભીર હાલતમાં જોવા મળી.

આ પણ વાંચો;
ગમે તેવા માસ્ટર માઇન્ડ ગુનેગાર પણ ગુજરાતની આ યુનિવર્સિટીનું નામ સાંભળતા સમજી જાય છે કે હવે આપણું આવી બન્યું!

આસપાસના લોકોને બોલાવી બાળકીને તાત્કાલિક સિંગવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી. ત્યારબાદ ત્યાંના ફરજ પરના ડૉક્ટર દ્વારા બાળકીને વધુ સારવાર માટે ઓક્સિજન સાથે એમ્બ્યુલન્સ મારફતે લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મુકામે પહોંચાડવામાં આવી. ત્યાં ફરજ પર હાજર ડૉક્ટર દ્વારા બાળકીને મૃત જાહેર કરી હતી.

આ મામલે પરિવારે પોલીસને જાણ કરતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. રાત્રે 3 વાગ્યા સુધી પોલીસ દ્વારા તમામ તપાસ હાથ ધરી બાળકીને પેનલ પીએમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ ડૉક્ટર દ્વારા પોલીસને પ્રાથમિક વિગત આપવામાં આવી જેમાં બાળકીનો શ્વાસ ગૂંગળાઈ જવાના કારણે મોત થતાં પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો બદલી અને હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ તેજ કરવામાં આવી છે. હાલ પોલીસ અને પેનલ પીએમ ડૉક્ટર દ્વારા પેટના ભાગના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon