દેવી ધુસમાઈ માડીનો ઈતિહાસ – News18 ગુજરાતી

HomeTAPIદેવી ધુસમાઈ માડીનો ઈતિહાસ – News18 ગુજરાતી

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

તાપી: સ્થાનિક લોકોનું કહેવું છે કે, એક નિઃસંતાન પરિણિતાને અહીંની માનતા બાદ ગર્ભાવસ્થાના સંકેત મળતા તે નિયમિત અહીં પૂજા માટે આવતી હતી, છેલ્લા દિવસો દરમિયાન તે પરિણિતાથી ડુંગરનું ચઢાણ ન ચઢાતા તેણે માતાજીને સંબોધીને એ જ્યાં ઊભી હતી ત્યાંથી જ તેની પૂજાનો સ્વીકાર કરવાની વિનંતી કરી. ત્યારે ડુંગરની ટોચ પરથી એક શિલા ગબડતો ગબડતો આ ગર્ભવતી સ્ત્રી જ્યાં ઊભી હતી ત્યાં આવીને તેના પગ પાસે જ અટકી ગયો. જ્યાં તેમણે માતાજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી. આ જ સ્થળે આજે ઘુસમાઈ માડીની પૂજા કરવામા આવે છે.

News18

શું છે સ્થાનિક લોકોની માન્યતા

એક માન્યતા અનુસાર પૌરાણિક સમયમા ગોંસાઈ નામનો અસૂર આ વિસ્તારના પ્રજાજનોને ખૂબ રંજાડતો હતો. તેના ત્રાસમાંથી મુક્ત થવા માટે લોકોએ માતાજીને આહવાન કરતા, દેવીએ તેના ત્રિશૂળથી આ રાક્ષસનો વધ કર્યો હતો. જેથી આ દેવીનું નામ ઘુસમાઈ માડી પડ્યું. મંદિર અગાઉ ખૂબ જ પૌરાણિક સમયથી પૂજાતી આ દેવી આજે પણ ક્યારેક ને ક્યારેક રાત્રીના સમયે, સફેદ વસ્ત્રોમાં સજ્જ સ્ત્રી સ્વરૂપે દર્શન દેતી હોવાની માન્યતા છે.

News18

રામાયણ યુગથી પણ અતિ પૌરાણિક છે શરભંગેશ્વર મહાદેવ મંદિર

ઘુસમાઈ માડીના મંદિરથી આશરે એક કિલોમીટરના અંતરે શરભંગેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. અહીં ખૂબ જ સરસ પ્રકૃતિના ખોળે દેવોના દેવ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ત્યારે હાલ આ મંદિર તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પદમડુંગરી ગામ પાસે આવેલ છે. આ મંદિર રામાયણ યુગથી પણ અતિ પૌરાણિક હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.

News18

રામાયણ યુગથી પણ અતિ પૌરાણિક છે આ મહાદેવનું  મંદિર 

News18

આ મહાદેવ મંદિરનું નામ શરભંગ ઋષિના નામથી શરભંગેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું. પ્રચલિત કથા અનુસાર અહીં ભગવાન શ્રીરામે શરભંગ ઋષિને કુષ્ઠરોગથી સાજા કર્યા હોવાની માન્યતા પ્રચલિત છે. વનમાં વિચરણ કરતા ભગવાન શ્રીરામ અને ભ્રાતા લક્ષ્મણ તથા દેવી સીતા પોતાના આશ્રમ તરફ આવી રહ્યા હોવાની જાણ થતા, શરભંગ ઋષિએ તપોબળથી પોતાનું શરીર ઢાંકી દીધું હતું. ભગવાને તેમને તેના વાસ્તવિક અવસ્થાના દર્શન કરવાની ઈચ્છા પ્રગટ કરી, અને તેમને કુષ્ઠરોગની અવસ્થામાંથી મુક્ત કર્યા હતા. શરભંગ ઋષિના આશ્રમના આ સ્થળે રામાયણ યુગથી પણ અતિ પૌરાણિક મહાદેવ મંદિર આવેલું છે. જ્યાં ભક્તો તેમની મનોકામના પૂર્ણ ક૨વા માટે આવતા હોય છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon