તાપી જિલ્લામાં કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. એટલી હદે વધ્યો કે સોનગઢ તાલુકા પંચાયતના સભ્ય અને તાલુકા કોંગ્રેસ સંગઠન પ્રમુખ વચ્ચે વાત મારામારી સુધી પહોંચી ગઈ. જેનો વીડિયો વાયરલ થયો છે. ટોકરવા બેઠક પર ચૂંટાયેલા ઉર્મિલાબેન ગામીતે કોઈ કારણસર હંગામો મચાવ્યો અને તાલુકા કોંગ્રેસ સંગઠન પ્રમુખ મિરામજી ગામીત સાથે મારામારી કરી હતી. જો કે આસપાસના લોકોએ તેમને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. વાયરલ વીડિયો 20 ઓક્ટોબરનો હોવાનું માનવામાં આવે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Source link