કઈ વ્યક્તિને, કેવા સંજોગોમાં થઈ શકે છે જઠરના અલ્સરની બીમારી? કેટલી છે ગંભીર?

HomeGodhraકઈ વ્યક્તિને, કેવા સંજોગોમાં થઈ શકે છે જઠરના અલ્સરની બીમારી? કેટલી છે ગંભીર?

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

રાજેશ જોષી, ગોધરા: મેડિકલ ભાષામાં પેપટીક પરફોરેશન તરીકે ઓળખવામાં આવતી બીમારીને સરળ ભાષામાં હોજરીનું ચાંદુ કહેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિને સતત પેટમાં દુટીના ઉપરના ભાગમાં અસહ્ય દુઃખાવો ઉપડે અને ગોળી અથવા ઇન્જેક્શનથી પણ દુઃખાવો ઓછો ના થાય અને પેટ ફુલવા માંડે એવા દર્દીને હોજરીમાં ચાંદુ થઈ પેટમાં પિત્ત પ્રસરી જવાની તકલીફ ઊભી થાય છે. પિત્ત ધીમે-ધીમે પેટમાં પ્રસરી જવા સાથે પોઇઝનનું સ્વરૂપ ધારણ કરે છે અને આ સંજોગોમાં દર્દીને શ્વાસ લેવાથી માંડી બ્લડ પ્રેશર લો થઈ જવા સહિતની તકલીફ ઊભી થાય છે આવા દર્દીને સમયસર સારવાર આપવામાં આવે તો તે જરૂર સાજો થાય છે. ત્યારે આવો આપણે જાણીએ પંચમહાલ જિલ્લાના જનરલ સર્જન ડૉ. વિજય પટેલ પાસેથી હોજરીના ચાંદા વિશેની તકલીફ અંગે.

તકલીફ મોટું સ્વરૂપ ધારણ કરે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે

વર્તમાન સમયમાં યુવા પેઢી, આધેડ અને વયોવૃદ્ધ વ્યક્તિઓ પૈકી મહત્તમ વ્યક્તિઓ કોઈકને કોઈક વ્યસનના રવાઢે જોવા મળે છે. એનાથી પણ વઘુ ગંભીર બાબત કહીં શકાય તો આજકાલ શ્રમજીવી યુવતીઓ-મહિલાઓ પણ આજકાલ વ્યસન કરતી જોવા મળી રહી છે. વ્યસનની મોજ અને નશામાં વ્યક્તિ કેટલીક શારીરિક તકલીફોને આમંત્રણ આપતો હોય છે, જેની ગંભીરતા પ્રારંભિક તબક્કામાં વ્યક્તિને નથી હોતી પરંતુ જ્યારે તકલીફ મોટું સ્વરૂપ ધારણ કરે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. આ તકલીફ વ્યક્તિને આર્થિક, શારીરિક અને માનસિક ભારણ ઉભું કરે છે. સાથે જ સ્વજનોની ચિંતામાં વધારો કરે છે.

આ પણ વાંચો: 
ગુજરાતનું અંધારિયું ગામ: 30 પરિવારો 15 વર્ષથી અંધારપટમાં જીવે છે દારુણ જીવન

કેવી રીતે થાય છે આ તકલીફ?

સમાજમાં બનતી શારીરિક તકલીફની ઘટનાઓને ધ્યાનમાં રાખી હાલોલ ખાતે માઁ સર્જીકલ હોસ્પિટલ ચલાવતાં જનરલ સર્જન ડૉ. વિજય પટેલ હાલ પોતાના માધ્યમથી જાગૃતિ લાવવાનો એક પ્રયાસ કરી જાણકારી આપી રહ્યા છે. ડૉ. વિજય પટેલના મત પ્રમાણે વ્યક્તિના પેટમાં જઠરમાં થતી ચાંદી તરીકે ઓળખવામાં આવતી બીમારીએ લાંબા સમયથી દારૂ, સિગારેટ, તમાકુના સેવન ઉપરાંત દુઃખાવાની વધુ પડતી ગોળીઓ લેવાથી પણ થઈ શકે છે. આ ઉપરાંત લાંબા સમયથી પેટમાં સતત એસીડીટીની તકલીફનો સામનો કરતી વ્યક્તિ પણ આ બીમારીનો શિકાર બની શકે છે.

ખેડૂતનો દેશી જુગાડ! શરીર અને ખિસ્સા બંનેને મળશે રાહત


ખેડૂતનો દેશી જુગાડ! શરીર અને ખિસ્સા બંનેને મળશે રાહત

આ બીમારીના લક્ષણ કયા કયા?

ડૉ. વિજય પટેલ આ બીમારીના લક્ષણ અંગે માહિતી આપતાં જણાવે છે કે, પેટમાં દુટીના ઉપરના ભાગે વ્યક્તિને સખત દુઃખાવો ઉપડે છે અને આવા દર્દીને દુઃખાવો મટાડવા માટે ગોળી અથવા ઇન્જેક્શન આપવામાં આવે તો પણ રાહત થતી નથી અને ત્યાર બાદ બ્લડ પ્રેશર વધી જવું, શ્વાસ રૂંધાવો જેવી અનેક તકલીફો શરૂ થાય છે. આ સંજોગોમાં દર્દીએ જનરલ સર્જન પાસે જઈ તાત્કાલિક નિદાન કરાવવું જોઈએ. ડૉ. વિજય પટેલના મતે આ તકલીફએ જઠરનું અલ્સર હોઈ શકે છે, જેમાં જઠર (હોજરી)માં પડેલા ચાંદામાંથી કાણું પડી પિત્ત પેટમાં પ્રસરે છે અને એ પોઇઝનનું સ્વરૂપ ધારણ કરે છે. આ સંજોગોમાં દર્દી દ્વારા યોગ્ય જરૂરી સારવાર લેવામાં આળસ દાખવવામાં આવે તો અસરગ્રસ્તનું મૃત્યુ પણ નિપજવાની શકયતા પણ રહેલી છે. આ પ્રકારની તકલીફવાળા દર્દીઓને ઓપરેશન કરતાં પૂર્વે બ્લડ પ્રેશર સહિત શરીરની ક્રિયાને સંતુલનમાં લેવામાં આવે છે. ત્યાર બાદ ઓપરેશન કરી પેટમાં ફેલાયેલા પિત્ત થકી પોઇઝનનું સ્વરૂપ ધારણ કરેલા લીકવિડને બહાર કાઢી જઠરમાં અલ્સરના કારણે પડી ગયેલા કાણાંને તબીબ સારવાર થકી બંધ કરી દર્દીની સારવાર આપવામાં આવે છે, ત્યાર બાદ દર્દી સાજો થાય છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon