પાટણ શહેરની એક સોસાયટીમાં પોતાનાં સગા સંબંધીનાં ત્યાં રહેતી 17 વર્ષની સગીરા તા. 17-12-24ને સાંજે પાંચ વાગ્યાથી ક્યાંક ગુમ થઇ જતાં તેનાં પરિવારજનોએ તેની શોધખોળ કરતાં તે મળી આવી ન હોવાથી પોલીસને જાણ કરીને કિશોરીનું અપહરણ થયાની શંકા વ્યક્ત કરતી ફરીયાદ ન
.
આ અંગેની મળતી માહીતી મુજબ પાટણની એક હોસ્પિટલમાં નર્સિંગ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતાં વ્યક્તિએ પાટણ એ-ડવીઝન પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે તેમના મામાને 17 વર્ષની સગીર દીકરી છે તેના પિતાનું નિધન થયેલું છે. તથા કિશોરીની માતા પણ આશરે દસેક વર્ષ અગાઉ તેને મૂકીને જતી રહી છે. જેથી આ કિશોરી પોતાના ઘેર બે વર્ષથી રહે છે.
તા. 17-12-24નાં રોજ સગીરા ઘરેથી પાંચેક વાગે કોઈને કાંઈ કહ્યા વગર નિકળેલી હતી તે હજુ સુધી ઘેર પરત આવી નથી. આથી પોતે અને પરિવારને ચિંતા થતાં તેઓએ શોધખોળ કરતાં તે મળી નહીં આવતાં પોલીસને જાણ કરતાં પોલીસે આ કિશોરીનું કોઈ અજાણ્યો શખ્સ ભગાડી અપહરણ કરી લઈ ગયો હોય અને બીએનએસ કલમ 137(2) મુજબ ગુનો નોંધ્યો હતો.