અરવલ્લી: અરવલ્લીમાં મહિલા પોલીસ કર્મીએ આપઘાત કર્યો છે. મોડાસા પોલીસ આવાસમાં આવેલા નિવાસસ્થાને આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. રીટાબેન પટેલ નામના મહિલા પોલીસ કર્મચારીએ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી છે. જોકે, મહિલા કર્મીની આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે. જ્યારે આ સમગ્ર મામલે મોડાસા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી છે.
સુરેન્દ્રનગરમાં પ્રેમ પ્રકરણમાં ત્રિપલ મર્ડર
સુરેન્દ્રનગરમાં પ્રેમ પ્રકરણમાં ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે. પિતા, પુત્રના મોત બાદ સારવાર દરમિયાન માતાનું પણ મોત નીપજ્યું છે. રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન માતાનું પણ મોત થયું છે. થાનના સારસાણા ગામની સીમમાં વાડીમાં હત્યા થઈ હતી.
ગઈકાલે વાડી વિસ્તારમાં સૂતેલા પરિવાર પર અજાણ્યા શખ્સોએ ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં પિતા અને પુત્રનું મોત થયું હતું. જ્યારે માતા મંજુબેન ઘુઘાભાઈ બજાણિયાનું પણ આજે સારવારમાં મોત થયુ છે. પ્રેમ પ્રકરણ અને મૈત્રી કરારમાં આ હિકચારો હુમલો થયો હોવાનું પોલીસનું અનુમાન છે. વાડીમાં સુતેલા ઘુઘાભાઈ કોળી અને તેમના પુત્ર ભાવેશ કોળીની ત્રણથી ચાર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી.
મહેસાણાના કડીમાં ખેડૂતોએ હાઈવે કર્યો ચક્કાજામ
મહેસાણામાં વેપારીઓની મનમાની સામે રોષે ભરાયેલા ખેડૂતોએ હાઈવે ચક્કાજામ કર્યો હતો. કડી કોટન માર્કેટમાં મુહૂર્તના પ્રથમ દિવસે જ હોબાળો થયો હતો. વેપારીઓએ ડાંગરની હરાજી બંધ કરી દેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
હરાજી બંધ કરાતા ખેડૂતો કડી છત્રાલ હાઇવે ઉપર બેસી ગયા અને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. મહેસાણા, કડી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી 400થી વધુ વાહનોમાં ખેડૂતો ડાંગર વેચવા માટે યાર્ડમાં પહોંચ્યા હતા. જોકે હરાજી બંધ કરી દેવાતા ખેડૂતો અટવાયા અને વેપારીઓની મનમાની સામે વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર