…અંતે જામનગર પોલીસ જાગી, દારૂના વેચાણની ફરિયાદ બાદ પોલીસનું મેગા ઓપરેશન, અનેક બુટલેગરોને દબોચ્યા | Many complaints about liquor sale in Jamnagar police conduct mega operation

HomeJamnagar...અંતે જામનગર પોલીસ જાગી, દારૂના વેચાણની ફરિયાદ બાદ પોલીસનું મેગા ઓપરેશન, અનેક...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Jamnagar Police : ગુજરાતમાં દારુબંધી તો ખાલી નામની જ હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે જામનગર શહેરના દિગજામ સર્કલ સહિતના આસપાસના વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાની અનેક ફરિયાદનો ધ્યાનમાં રાખીને શહેર પોલીસ હરકતમાં આવી છે. દારુ સહિત કેટલીક ગુનાહિત પ્રવૃત્તિ વધી રહી હોવાથી જામનગર શહેરમાં પોલીસની ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન કેટલાક બુટલેગરોને પોલીસે સકંજામાં લીધા છે. 

...અંતે જામનગર પોલીસ જાગી, દારૂના વેચાણની ફરિયાદ બાદ પોલીસનું મેગા ઓપરેશન, અનેક બુટલેગરોને દબોચ્યા 2 - image

દારૂના વેચાણને લઈને પોલીસ એક્શનમાં

જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં દારૂનો ધંધો કરતા શખસોને ઝડપી પાડવા માટે પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં ડી.વાય.એસ.પી. જે. એન, ઝાલાની રાહબરી હેઠળ એલસીબી, એસઓજી, સિટી એ. બી. સી. ડિવિઝન સહિતના પોલીસ સ્ટાફની અલગ અલગ ટૂકડીઓ બનાવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે શંકાસ્પદ વિસ્તારને કોર્ડન કરીને સામુહિક રીતે દરોડા પાડવામાં આવ્યા હતા. 

...અંતે જામનગર પોલીસ જાગી, દારૂના વેચાણની ફરિયાદ બાદ પોલીસનું મેગા ઓપરેશન, અનેક બુટલેગરોને દબોચ્યા 3 - image

આ પણ વાંચો: પરેશ વસંત ‘બંધુ’ની અંતિમ યાત્રામાં ખ્યાતનામ કલાકારો-અગ્રણીઓ સહિત ચાહક વર્ગ દ્વારા શ્રદ્ધાંજલિ

...અંતે જામનગર પોલીસ જાગી, દારૂના વેચાણની ફરિયાદ બાદ પોલીસનું મેગા ઓપરેશન, અનેક બુટલેગરોને દબોચ્યા 4 - image

પોલીસના આ મેગા ઓપરેશનને લઈને ગુનેગારોમાં ભારે નાશ ભાગ મચી ગઈ હતી. પોલીસ દ્વારા કેટલાક ઝુપડા વગેરે સ્થળ પરથી દેશી દારૂનો જથ્થો સહિતની સામગ્રી કબજે કરી છે. જ્યારે કેટલાક દારૂનો ધંધો કરતાં શખસોને પોલીસે સકંજામાં લીધા છે. મળતી માહિતી મુજબ, અમુક મહિલા બુટલેગર ભાગી છૂટ્યાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે કડક કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે. 



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon