ખેડામાં શરમજનક કિસ્સો: પાડોશીએ 4 બાળકીઓને હવસનો શિકાર બનાવી, સમગ્ર પંથકમાં હડકંપ મચ્યો

HomeKhedaખેડામાં શરમજનક કિસ્સો: પાડોશીએ 4 બાળકીઓને હવસનો શિકાર બનાવી, સમગ્ર પંથકમાં હડકંપ...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

મંત્રીજીને ગુસ્સો આવતા ટેબલ પર હાથ પછાડીને ભાગ્યા

હોસ્પિટલ મુદ્દે મંત્રી મળ્યા હતા સમાજના આગેવાનોને, જેમાં આંદોલન અંગે ખુલાસો માગતા મંત્રીને આવ્યો ગુસ્સો આવ્યો હતો. મંત્રીએ આદિવાસીઓના આંદોલન કચડી નાંખવાનું નિવેદન આપવામાં...

ખેડા: જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાડોશીએ જ 3 થી 4 બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ સામે આવ્યા બાદ સમગ્ર જિલ્લામાં જાણે કે હડકંપ મચી ઉઠ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ આરોપીનું નામ ચંદ્રકાંત પટેલ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે પણ આરોપીને ઝડપી પાડ્યો છે.

દુષ્કર્મ આચરી અશ્લીલ વીડિયો બનાવ્યો

પાડોશમાં રહેતી 3 થી 4 બાળકીઓ સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. મૂળ ખેડાના એક ગામમાં આ ઘટના બની છે. જાણીને તમારા રૂવાંડા ઉભા થઈ જશે કે આ હેવાને દુષ્કર્મ આચર્યાનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. પોલીસે આરોપીનો મોબાઈલ પણ કબજે કરી લીધો છે. જેથી આરોપીના મોબાઈલની તપાસને આધારે આ કેસમાં નવા ખુલાસાઓ થઈ શકે છે.

આ પણ વાંચો:
VIDEO….રાજકોટમાં ટ્રાફીક પોલીસ કોન્સ્ટેબલ અને કારચલાક વચ્ચે ઝપાઝપી, જુઓ આ વીડિયો

સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ

ઘટનાને લઈને લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથે જ બાળકીઓની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઉઠ્યા છે. પાડોશમાં રહેતા જ હેવાને બાળકીઓ સાથે આ કુકર્મ કર્યું છે. જેથી સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને લઈને પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે.

આ પણ વાંચો:
હવે ખમ્મા કરો… સતત ત્રીજા દિવસે મેઘરાજાની તોફાની બેટીંગ, આ જિલ્લાઓમાં વરસાદ હજુ યથાવત

આરોપીની પૂછપરછમાં વધુ ખુલાસા થવાની શક્યતા

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે ખેડા જિલ્લા પોલીસ એલસીબી અને ડિવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા વસો પોલીસ મથકે આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક કે બે નહીં પણ 4 જેટલી બાળકીઓ સાથે દુષ્કર્મના આ કેસને લઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. જોકે સમગ્ર મામલે પોલીસે હવે તપાસ આરંભી છે. જેમાં પોલીસે આરોપીનો મોબાઈલ કબજે કરી લીધો છે અને આ કેસમાં મોટા ખુલાસાઓ હજુ સામે આવે તેવી શક્યતા છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon