ગાંધીનગર: ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર વિજય સુવાળા પર હુમલાના પ્રયાસની ઘટના સામે આવી છે. જેથી આ ઘટના હાલ રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. આ હુમલાનો પ્રયાસ કોણે કર્યો તેને લઈને હજુ કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ વિજય સુવાળા પર હુમલો કરનારા લોકોએ ‘‘અમારો પ્રોગ્રામ કેમ નથી કરતો’’ તેવું બોલીને વિજય સુવાળા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
વિજય સુવાળાએ નોંધાવી પોલીસમાં ફરિયાદ
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઈનોવા કારમાં કેટલાક શખ્સો આવ્યા હતા. જેમાં તેમણે વિજય સુવાળાની કાર આંતરીને તેને રોક્યો હતો. બાદમાં તે લોકોએ તેના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેથી આ ઘટના હાલ ચર્ચાનો મુદ્દો બની છે. સમગ્ર મામલે વિજય સુવાળા દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
પરિણીતાના પ્રેમમાં પાગલ પ્રેમીએ ન કરવાનું કરી નાખ્યું, અનૈતિક સંબંધોનો આવ્યો લોહિયાળ અંત
ગાંધીનગર અગોરા મોલ પાસે બનાવ બન્યો
ગાંધીનગરના અગોરા મોલ પાસે આ બનાવ બન્યો છે. જેમાં 7 લોકોની ગેંગ દ્વારા વિજય સુવાળા પર ઘાતકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ‘‘પ્રોગ્રામ કરવા મામલે આ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય’’ તેવી શક્યતા સેવાઈ રહી છે. સમગ્ર મામલે ફુલા રબારી, નવઘણ ગાટીયા અને અનિલ બાદશાહ નામના વ્યક્તિઓ સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.
આ પણ વાંચો:
11 વર્ષની બાળકી સાથે 28 વર્ષના હવસખોરે ન કરવાનું કરી નાખ્યું, બાળકીના ગુપ્તાંગમાં દુખાવો થતા ભાંડો ફૂટ્યો
ઈન્દિરાબ્રીજ સુધી આરોપીઓએ પીછો કર્યો
ઉલ્લેખનીય છે કે ગાયક વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસ થતાં તેણે કારને ભગાવી હતી. જેમાં હુમલાખોરો દ્વારા છેક અગોરા મોલથી લઈ ઈન્દિરાબ્રીજ સુધી વિજય સુવાળાનો પીછો કરવામાં આવ્યો હતો. ત્યારે વિજય સુવાળાએ 100 નંબર ડાયલ કર્યો જેથી પોલીસે તેને બચાવી લીધો. આ મામલે વિજય સુવાળાએ હુમલાખોરો સામે અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે પણ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર