‘રન એન્ડ ડ્રગ્સ ફ્રી’ માટે યોજાયેલ મેરેથોનમાં અમરાઈવાડી ધારાસભ્ય આવ્યા અવ્વલ

HomeGandhinagar'રન એન્ડ ડ્રગ્સ ફ્રી' માટે યોજાયેલ મેરેથોનમાં અમરાઈવાડી ધારાસભ્ય આવ્યા અવ્વલ

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

ગાંધીનગર: શહેરમાં આજે ખાસ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા એક્ટર સોનુ સુદ પણ આ મેરેથોનમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આજે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી ‘રન એન્ડ ડ્રગ્સ ફ્રી’ ફ્યુચરની ત્રીજી આવૃત્તિ અંતર્ગતની મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનો ફિટ રહે તેમજ ડ્રગ્સ મુક્ત ભારત બને તે માટેની મુમેન્ટ સાથે આ સ્પર્ધા યોજાઈ હતી. આ દોડ સ્પર્ધામાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાણીતા બોલીવુડ એક્ટર સોનુ સુદની વિશેષ ઉપસ્થિતિ યોજાઈ હતી.

આજે યોજાયેલી મેરેથોન દોડમાં અંદાજિત 2000 જેટલા લોકોએ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો, મહત્વનું છે કે આ 2000 સ્પર્ધકોની વચ્ચે અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ પણ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો. ડો. હસમુખ પટેલે આજે યોજાયેલી મેરેથોન દોડ 21.9 કિલોમીટરની અંતર તેમણે બે કલાકને 48 સેકન્ડમાં પૂર્ણ કરીને મેરેથોન દોડ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશમાં ફિટ ઇન્ડિયાનું અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે આ અભિયાન અંતર્ગત ધારાસભ્ય પણ ફિટ રહે અને વિધાનસભા પણ ફિટ રહે તે પ્રકારનો સંદેશ આ દોડ થકી અમરાઈવાડી ધારાસભ્ય ડો. હસમુખ પટેલે આપ્યો હતો.

આ પણ વાંચો;
ભુવાએ વિજ્ઞાન જાથાને આપી ખુલ્લી ચેલેન્જ! “આજે હું હજારોની હાજરીમાં ધૂણીશ, દમ હોય તો રોકી બતાવ”

આમ તો ગુજરાતમાં હંમેશા છેલ્લા ઘણા સમયથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત સરકારે ઝડપ્યું છે. ત્યારે આજની મેરેથોનમાં પણ ડ્રગ્સ ફ્રી ગુજરાત બને, યુવાનો ડ્રગ્સનું સેવન તરફ ન વળે અને ફિટ અને તંદુરસ્ત બને તે ઉદ્દેશ્ય સાથે મેરેથોન આયોજન કરવામાં આવ્યું હતું. એવું નથી કે આજે યોજાયેલી મેરેથોનમાં ધારાસભ્ય ડો. હસમુખ પટેલે ભાગ લીધો હોય પરંતુ આજથી 15 દિવસ પૂર્વે અદાણી શાંતિગ્રામ દ્વારા યોજાયેલી રિવરફ્રન્ટ ખાતેની મેરેથોન સ્પર્ધામાં પણ ડો. હસમુખ પટેલે ભાગ લીધો હતો. અદાણી શાંતિગ્રામ દ્વારા આયોજિત મેરેથોન ફુલ મેરેથોન એટલે કે 42 કિલોમીટરની યોજાઈ હતી. તેમાં પણ ડો. હસમુખ પટેલે ભાગીદારી નોંધાવી હતી.

વારંવાર મેરેથોનમાં ભાગ લેતા અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ જણાવે છે કે, “સ્વસ્થ ભારતના નિર્માણ માટે સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ યુવાનો માટે ફિટ ઇન્ડિયાનું અભિયાન ચલાવે છે. ત્યારે અભિયાન અંતર્ગત લોકોને એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે સ્વસ્થ ભારત તંદુરસ્ત ભારત બને તે જ લોકોને સંદેશ આજની મેરેથોન મારફત આપીએ છીએ. યુવાનો માટે ખાસ એ કહેવાનું કે વ્યસનો અને દુષણો ત્યજી ફિટ રહે તે ઉદ્દેશ્ય પૂરું પાડવા માટે તેમના ધારાસભ્ય ફિટ છે જેથી યુવાનો પણ ફિટ બને તે સંદેશો છે.” મેરેથોન સ્પર્ધાના બ્રાન્ડ એમ્બેસેડર સોનુ સુદ સાથે વાર્તાલાપ પણ કરીને પ્રધાનમંત્રીની ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંગે ચર્ચા કરી હતી.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon