01
વડતાલ: નૂતન વર્ષનો પ્રારંભ અને શનિવાર નિમિત્તે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર, દર્શને ભક્તો ઉમટ્યા, દાદાને 5 હજાર કિલોની વિવિધ વાનગીનો છપ્પનભોગ અન્નકૂટ ધરાવાયો. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી દિવાળીનું પાવન પર્વ આજથી વિક્રમ સંવત 2081નું વર્ષ શરૂ થઈ રહ્યું છે.