AHMEDABAD Youth will be given free photography training, apply like this AGP – News18 ગુજરાતી

HomeAhmedabadAHMEDABAD Youth will be given free photography training, apply like this AGP...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Bharat Forge raises ₹1,650 crore through QIP

Bharat Forge Ltd said it has raised ₹1,650 crore via Qualified Institutional Placement (QIP).“The issue witnessed significant interest across Domestic & Foreign Qualified Institutional...

અમદાવાદ: લો ગાર્ડન પાસે આવેલ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા 18 થી 35 વર્ષના યુવાનો માટે નેશનલ ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ વર્કશોપમાં નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રોફેશનલ ફોટોગ્રાફર દ્વારા યુવાનોને વિનામૂલ્યે ફોટોગ્રાફીને લગતી પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવશે.

સેક્રેટરી મહેશભાઈ દેસાઈ જણાવે છે કે, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા નજીકના ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ નેશનલ ફોટોગ્રાફી વર્કશોપ 18 થી 35 વર્ષના યુવાનો માટે યોજવામાં આવશે. આ ફોટોગ્રાફી વર્કશોપમાં ભાગ લેવા માટે ઉમેદવારે અરજી કરવાની રહેશે. જેમાં ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પસંદગી પામેલ યુવાનોને વિનામૂલ્યે ફોટોગ્રાફીનું માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમ જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ પછી યોજાશે. જેની તારીખ સમય સર જાહેર કરવામાં આવશે.

નેશનલ ફોટોગ્રાફી વર્કશોપમાં જોડાવવા ઈચ્છતા યુવા ફોટોગ્રાફરોએ સાદા કાગળ પર પોતાની જરૂરી વિગતો ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીમાં અરજી કરવાની રહેશે. આ માટે ભાગ લેનાર ઉમેદવારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સાથે પોતાનું નામ, જન્મતારીખ, સરનામું, ફોન કે મોબાઇલ નંબર, અનુભવની વિગતો, હાલની પ્રવૃત્તિઓ અંગેની વિગત, ફોટોગ્રાફીમાં રસ પડવાના કારણો, મેળવેલ પારિતોષિકની વિગત વગેરે માહિતી સાથે અરજી જમા કરાવવાની રહેશે.

અરજીની સાથે ઉમેદવારે જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે, આધારકાર્ડ અથવા ચૂંટણી ઓળખકાર્ડની નકલ અને પોતે પાડેલી 8*10 સાઇઝની એક તસવીર બીડવાની રહેશે. આ અરજી જમા કરાવવાની તા. 31-12-2024 ને મંગળવાર સુધીની રહેશે. એટલું જ નહીં, પસંદગી પામનાર યુવા ફોટોગ્રાફરોને પોતાના વતનથી શિબિરના સ્થળ સુધીનું આવવા-જવાનું રેલ્વેના બીજા વર્ગનું રિઝર્વેશન સાથેનું કે પછી એસ.ટી. બસનું ભાડું, નિવાસ-ભોજન વ્યવસ્થા, વિનામૂલ્યે તાલીમ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે.

ઉમેદવારે સચિવ, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, રવિશંકર રાવળ કલાભવન, ભાઈકાકા ભવન સામે, એલિસબ્રિજ, અમદાવાદ-380006 આ સરનામા પર પોતાની અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ મોકલી આપવાના રહેશે. વધુ માહિતી માટે તમે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદનો સંપર્ક કરી શકો છો.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યા છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ
p22.parth@gmail.com પર સંપર્ક કરો.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon