નવી દિલ્હીઃ ગઈકાલે બજાર બંધ થયા બાદ વેદાન્તા લિમિટેડે તેના શેરધારકો માટે ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જાણકારી આપી છે કે, રોકાણકારોને વર્ષનું 4થું ડિવિડન્ડ આપવામાં આવશે. કંપનીએ 1 શેર પર 8 રૂપિયા 50 પૈસાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપની ડિવિડન્ડની ચૂકવણી પર 3,324 કરોડ રૂપિયા ખર્ચ કરશે.
વેદાન્તાના ડિવિડન્ડનો ઈતિહાસ
વર્ષ 2024માં હજુ સુધી વેદાન્તા 3 અંતરિમ ડિવિડન્ડ આપી ચૂકી છે. 24 મે 2024ની એક્સ ડેટની સાથે 11 રૂપિયા, 2 ઓગસ્ટ 2024ની એક્સ ડેટ સાથે 4 રૂપિયા અને 10 સપ્ટેમ્બર 2024ના એક્સ ડેટ સાથે 20 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપી ચૂકી છે. આ 3 ડિવિડન્ડમાં કંપનીએ 35 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ પણ આપ્યું છે.
આ પણ વાંચોઃ
એન્ટિક બ્રોકિંગે આપ્યો 1000 રૂપિયાનો ટાર્ગેટ, ખબર જાહેર થતા બેંગલોરની કંપનીના શેરમાં ધરખમ તેજી
વેદાન્તાના શેરમાં જબરદસ્ત ઉછાળો
ગત 1 વર્ષમાં વેદાન્તાના શેરની કિંમત બમણી થઈને શુક્રવાર 521 રૂપિયા સુધી પહોંચી હતી. શેરના પ્રદર્શને તો બેન્ચમાર્ક એનએસઈ નિફ્ટી 50 ઈન્ડેક્સને પણ પાછળ છોડી દીધો છે, જે આ ગાળામાં 16 ટકાથી પણ ઓછો વધ્યો છે. આ તેજીએ વેદાન્તાની માર્કેટ કેપને 1.9 લાખ કરોડ રૂપિયાથી વધારે ઉપર પહોંચાડી છે.
આ પણ વાંચોઃ
લિસ્ટિંગ પહેલા જ ગ્રે માર્કેટ પ્રીમિયમ 400ની પાર, આ IPO રોકાણકારો પર કરવાનો છે રૂપિયાનો વરસાદ
કંપનીની નાણાકીય પરફોર્મેન્સ મુખ્ય ચાલકોમાંથી એક રહી છે. સપ્ટેમ્બર ક્વાટરમાં, વેદાન્તાએ 4,352 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે એક વર્ષ પહેલાના ગાળામાં 1,783 કરોડ રૂપિયાના નુકસાનથી ઘણો મોટો ફેરફાર છે.
ઓપરેશનલથી કમાણી વાર્ષિક આધાર પર 3.6 ટકા ઘટીને 37,171 કરોડ રૂપિયા રહી ગઈ છે, પરંતુ અનુકૂળ કમોડિટી કિંમતો, ખર્ચ-બચત પહેલો અને તેના બિઝનેસ સેગમેન્ટમાં હાઈ પ્રીમિયમના કારણે ક્વાટર EBITDA 44 ટકા વધીને 10,364 કરોડ રૂપિયા થઈ ગયો છે.
ક્યારે છે રેકોર્ડ ડેટ? એક્સચેન્જ ફાઈલિંગના પ્રમાણે કંપનીએ ચોથા ડિવિડન્ડ માટે 24 ડિસેમ્બર 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. ડિવિડન્ડની ચૂકવણી કાયદા હેઠળ નિર્ધારિત સમય-મર્યાદાની અંદર કરવામાં આવશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર