નવી દિલ્હીઃ વોટર ટ્રીટમેન્ટ કંપની VA Tech Wabagના શેરમાં આજે બજાર ખુલતાની સાથે જ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, આ મલ્ટીબેગર શેરમાં નીચલા સ્તરેથી થોડો સુધારો પણ જોવા મળ્યો હતો. વાસ્તવમાં, શેરમાં આ ઘટાડા પાછળ કંપનીનો એક ઓર્ડર કેન્સલ થવો જવાબદાર છે. સાઉદી અરેબિયાએ 300 MDL મેગા સીવોટર ડીસેલિનેશનલ પ્લાન્ટ માટે કંપનીને 2,700 કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ, ઈન્ટર્નલ એડમિનિસ્ટ્રિટેટિવ પ્રક્રિયાઓનો હવાલો આપતા આ ઓર્ડર કેન્સલ કરી દેવામાં આવ્યો છે.
કંપનીને 6 સપ્ટેમ્બરે સાઉદી અરેબિયા તરફથી 317 મિલિયન ડોલર એટલે કે 2,700 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો. કંપનીએ કહ્યું છે કે, હાલ તે સાઉદી અરેબિયા ઓથોરિટી સાથે સંપર્કમાં છે અને તેના પર વાતચીત ચાલી રહી છે.
આ પણ વાંચોઃ
મનફાવે એટલું લગેજ લઈને ટ્રેનમાં ન બેસી જતા, આટલી લિમિટથી વધારે સામાન હશે તો દંડ ચૂકવવો પડશે
બુધવારે આ શેર 1,630 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખુલ્યા હતા અને દિવસના અંતે કારોબાર દરમિયાન 11.36 ટકાના ઘટાડા સાથે 1,671.00 રૂપિયાના ભાવે બંધ થયા છે. આજે ઘટાડા સાથે ખુલ્યા બાદ શેરે 1,523.75 રૂપિયા પ્રતિ શેરનું નીચલું સ્તર પણ બનાવ્યું છે.
ઓર્ડરની વિગત
6 સપ્ટેમ્બરના રોજ કંપનીએ એક્સચેન્જોને, 2700 કરોડનો આ ઓર્ડર કેન્સલ થવા વિશે જાણકારી આપી હતી. કંપનીને આ ઓર્ડર એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કમિશનિંગના આધાર પર મળ્યો હતો. કંપનીને આ ઓર્ડર સાઉદી અરેબિયામાં સમુદ્રના ખારા પાણીને સ્વચ્છ અને તાજુ બનાવવા માટે મળ્યો છે. તેની ક્ષમતા 300 મિલિયન લીટર પ્રતિ દીની હતી. ડીસેલિનેશનલ પ્લાન્ટને ઓર્ડર મળનારા 30 મહિનાની અંદર પૂરો કરવાનો હતો.
આ પણ વાંચોઃ
આ લે! રેલવે તમને ‘ઝટકા’ આપીને કરી રહ્યું છે કમાણી, 99% છોડો ખુદ રેલવેના ઘણા કર્મચારીઓને પણ નહીં હોય ખબર
આ દરમિયાન કંપનીએ કહ્યું હતુ કે, આ પ્લાન્ટને સારી ટેકનોલોજી, જબરદસ્ત કાર્યક્ષમતાની સાથે તૈયારી કરવામાં આવશે. સાથે જ પર્યાવરણથી જોડાયેલા રેગુલેશનનું પણ પાલન કરવાની વાત કહેવામાં આવી હતી.
વોટર ટ્રીટમેન્ટ માટે સારી કંપનીઓમાંથી એક- તમને જણાવી દઈએ કે VA Tech Wabag લગભગ 4 દાયકાથી સાઉદી અરેબિયામાં હાજરી ધરાવે છે. કંપની લગભગ 4 દાયકાઓથી અહીં વેસ્ટ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉત્પાદન અને સંચાલન કરી રહી છે. કંપની વૈશ્વિક સ્તરે ઘણા બજારોમાં હાજરી ધરાવે છે. કંપનીએ 17 દેશોમાં 60 થી વધુ ડિસેલિનેશન પ્લાન્ટ બનાવ્યા છે.
કેવું રહ્યું શેરોનું પ્રદર્શન
ગત એક વર્ષમાં શેરના પ્રદર્શનની વાત કરીએ તો તેમાં 193 ટકા તેજી આવી છે. આ પ્રકારે ગત 1 વર્ષમાં શેર લગભગ 3 ગણી તેજી બતાવી ચૂક્યા છે. આ વર્ષે હજુ સુધી શેરમાં 155 ટકા તેજી જોવા મળી છે. આ શેરની 52 સપ્તાહની હાઈ 1,944 રૂપિયા પ્રતિ શેર અને 52 સપ્તાહની નીચી સપાટી 575.15 રૂપિયા પ્રતિ શેર છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર