Vishal Mega Mart IPO Share Listing Gains: સુપરમાર્ટ કંપની વિશાલ મેગા માર્ટ નું શેર લિસ્ટિંગ ધમાકેદાર રહ્યું છે. 18 ડિસેમ્બર 2024ના રોજ વિશાલ મેગા માર્ટ કંપનીના શેર લિસ્ટિંગ પર 41 ટકા રિટર્ન મળ્યું છે. વિશાલ મેગા માર્ટના 8000 કરોડ રૂપિયાના આઈપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ગ્રે માર્કેટમાં પણ મજબૂત શેર લિસ્ટિંગના સંકેત મળી રહ્યા હતા. હવે રોકાણકારો મૂંઝવણમાં છે કે વિશાલ મેગા માર્ગનું શેર લિસ્ટિંગ એકંદરે સારું રહ્યા બાદ શેર રાખવા કે વેચી નફો બુક કરો.
Vishal Mega Mart Share Listing Gains : વિશાલ મેગા માર્ટ શેર લિસ્ટિંગ પર 41 ટકા રિટર્ન
વિશાલ મેગા માર્ટ શેર લિસ્ટિંગ પર રોકાણકારોને 41 ટકા વળતર મળ્યું છે. 8000 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 74 – 78 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 190 શેર હતી. 18 ડિસેમ્બર, 2024ના રોજ બીએસઇ પર વિશાલ મેગા માર્ટનો શેર 110 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો છે, જે આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ સામે 41 ટકા લિસ્ટિંગ ગેઇન દર્શાવે છે. એટલે કે આઈપીઓ કરતા 41 ટકા ઉંચા ભાવે શેર લિસ્ટેડ થયો છે. એનએસઇ પર આ શેર 104 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો છે.
વિશાલ મેગા માર્ટ શેર લિસ્ટિંગ બાદ વેચવાલીનું દબાણ આવતા ઘટ્યો હતો. પ્રોફિટ બુકિંગની અસરે શેર 104 રૂપિયા સુધી નીચે ગયો હતો.
Vishal Mega Mart IPO : વિશાલ મેગા માર્ટ આઈપીઓ 28 ગણો ભરાયો હતો
વિશાલ મેગા માર્ટ આઈપીઓને રોકાણકારો તરફથી બમ્પર પ્રતિસાદ મળ્યો હતો. વિશાલ મેગા માર્ટ આઈપીઓ 28.75 ગણો સબસ્ક્રાઇબ થયો છે. IPOમાં 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે આરક્ષિત હતો અને તે એકંદરે 2.43 ગણો ભરાયો હતો. IPO નો 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) માટે રિઝર્વ હતો અને તે 15.01 ગણો ભરાયો થયો હતો. તો 50 ટકા શેર ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે રિઝર્વ હતો અને તે એકંદરે 85.11 ગણો ભરાયો હતો.

Vishal Mega Mart : વિશાલ મેગા માર્ટ કંપનીના તાકાત અને ક્ષમતા
- ભારતીય વસ્તીના વિશાળ અને વિકસતા વર્ગને સેવા પૂરી પાડવી
- ગ્રાહક કેન્દ્રિત અભિગમને પરિણામે વિશાળ અને વફાદાર કસ્ટમર બેઝ મળે છે
- વિવિધ અને ઝડપથી વિકસતા પોર્ટફોલિયોમાં પોતાની બ્રાન્ડનો તમામ પ્રોડક્ટ કેટેગરીઓ
- સમગ્ર સ્ટોર્સમાં સતત વૃદ્ધિના ટ્રેક રેકોર્ડ સાથે સમગ્ર ભારતમાં હાજરી
- ટેકનોલોજી સક્ષમ અને સિસ્ટમ આધારિત કામગીરી
- વ્યવસાયિક અને અનુભવી સંચાલન ટીમ
- આવક, નફામાં વૃદ્ધિ અને મૂડી કાર્યક્ષમતા પહોંચાડવાનો ટ્રેક રેકોર્ડ
Vishal Mega Mart : વિશાલ મેગા માર્ટ કંપની સામે જોખમ અને પડકાર
- વૈશ્વિક આર્થિક ગતિવિધિ સામાન્ય મંદી
- સ્ટોર્સમાં વેચાતી પ્રોડક્ટના ઉત્પાદન માટે થર્ડ પાર્ટી સેલર પર નિર્ભરતા
- વપરાશકોરની પસંદગીમાં ફેરફાર
- ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને આસામમાં સ્ટોર્સમાંથી આવકનું કેન્દ્રીકરણ
- કામકાજ માટે રિયલ એસ્ટેટની લીઝ છોડી દેવાનું જોખમ
- રિટેલ મોલ સેક્ટરમાં કટ્ટર સ્પર્ધા
(સ્રોતઃ બ્રોકરેજ હાઉસ ચોઈસ બ્રોકિંગ)
Vishal Mega Mart IPO Subscribe Or Not : વિશાલ મેગા માર્ટ આઈપીઓ સબ્સ્ક્રાઇબ કરવો કે નહીંબ્રોકરેજ હાઉસ ચોઈસ બ્રોકિંગે વિશાલ મેગા માર્ટના આઈપીઓમાં લાંબા ગાળા માટે સબસ્ક્રાઈબ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ કહે છે કે વિશાલ મેગા માર્ટ એ વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે, જે ભારતમાં મધ્યમ અને ઓછી મધ્યમ આવક ધરાવતા ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. તે દેશભરમાં 645 સ્ટોર્સ દ્વારા એપેરલ, જનરલ મર્ચેન્ડાઇઝ અને એફએમસીજી પ્રોડક્ટની વિશાળ શ્રેણી ઓફર કરે છે. ગ્રાહકોની રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવા સ્ટોર પાસે તેની પોતાની અને થર્ડ પાર્ટી બ્રાન્ડ્સ છે.

કંપનીની મોટાભાગની આવક (70%) તેની પોતાની બ્રાન્ડ્સમાંથી આવે છે. FY24 મુજબ, કંપનીના સ્ટોર્સનો મોટો હિસ્સો ઉત્તર ભારતમાં છે, ત્યારબાદ પૂર્વ ભારતમાં છે અને ભવિષ્યમાં પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં વિસ્તરણ કરવાની યોજના છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીની ટોપ અને બોટમ લાઇન સતત વધી રહી છે. કંપની મુખ્યત્વે ટાયર-2 શહેરોને ટાર્ગેટ બનાવે છે, જેઓ તેમના વૈવિધ્યસભર રિટેલ સેક્ટરને CY23 અને CY28 વચ્ચે 32% CAGR પર વૃદ્ધિ કરશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો | વર્ષ 2024ના ટોપ 10 આઈપીઓ જેમા રોકાણકારો થયા માલામાલ, 300 ટકાથી વધુ વળતર
બ્રોકરેજ હાઉસ AUM કેપિટલે વિશાલ મેગા માર્ટના IPOમાં સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી છે. બ્રોકરેજ કહે છે કે વિશાલ મેગા માર્ટ લિમિટેડ એ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા સુપરમાર્કેટ રિટેલ ચેઇન સ્ટોર્સમાંનું એક છે. વસ્તીમાં વધતી જતી ખર્ચપાત્ર આવક અને ગુણવત્તા અને આરોગ્યપ્રદ પ્રોડક્ટ માટેની પસંદગી વિશાલ મેગા માર્ટ જેવી સ્થાપિત કંપનીઓને અસંગઠિત ક્ષેત્ર પર પકડ વધારે છે. તે સ્પેન્સર્સ અને રિલાયન્સ સ્માર્ટ બજાર જેવી અન્ય સ્થાપિત બ્રાન્ડેડ રિટેલ ચેન માટે પણ મજબૂત હરીફ તરીકે ઉભરી આવે છે. સ્વસ્થ નાણાકીય સ્થિતિ અને દેવું મુક્ત સ્થિતિ આને પ્રોત્સાહિત કરે છે.
(Disclaimer: શેર વિશે સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીના અંગત મંતવ્ય નથી. બજાર જોખમને આધિન છે. રોકાણ સંબંધિત કોણ પણ નિર્ણય લેવાની પહેલા એક્સપર્ટ્સ પાસેથી સલાહ લેવી.)
[ad_1]
Source link