ભાવનગર-બનારસ ‘મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન’ દોડાવાશે | Bhavnagar Banaras ‘Mahakumbh Mela Special Train’ will be run

HomeBHAVNAGARભાવનગર-બનારસ 'મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન' દોડાવાશે | Bhavnagar Banaras 'Mahakumbh Mela Special...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

– 22 મી જાન્યુઆરી, 16 મી અને 20 મી ફેબુ્રઆરીએ 

– આબુ રોડ, મારવાડ, જયપુર, ભરતપુર, પ્રયાગરાજ સ્ટેશન પર રોકાશે : ૨૧મીથી બૂકિંગનો પ્રારંભ થશે 

ભાવનગર : મુસાફરોની સુવિધા માટે અને મહા કુંભ મેળા-૨૦૨૫ દરમિયાન ભાવિકોની વધારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ભાવનગર ટમનસ અને બનારસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર ‘મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન’ ચલાવવાનો નિર્ણય કર્યો છે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૦૯૫૫૫ ભાવનગર ટમનસ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ભાવનગર ટમનસથી સવારે ૫ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે ૧૪.૪૫ વાગ્યે બનારસ પહોંચશે. આ ટ્રેન તા. ૨૨ જાન્યુઆરી, ૧૬ ફેબુ્રઆરી અને ૨૦ ફેબુ્રઆરીના રોજ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૫૫૬ બનારસ-ભાવનગર ટમનસ મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી ૧૯.૩૦ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૫ કલાકે ભાવનગર ટમનસ પહોંચશે. આ ટ્રેન ૨૩ જાન્યુઆરી, ૧૭ ફેબુ્રઆરી અને ૨૧ ફેબુ્રઆરી, ૨૦૨૫ના રોજ ચાલશે.

  આ ટ્રેન બંને દિશાઓમાં સુરેન્દ્રનગર જં., વિરમગામ, મહેસાણા, પાલણપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદિકુઇ, ભરતપુર, આગરા ફોર્ટ, ટૂંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ૨-ટિયર, એસી ૩-ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

  ટ્રેન નંબર ૦૯૫૫૫ માટે બુકિંગ ૨૧મી ડિસેમ્બરને શનિવારથી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરુ થશે.  



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon