કુંડળ નજીક બે બાઇક સામા સામી અથડાતા યુવાનનું મોત | A young man died when two bikes collided near Kundal

HomeBHAVNAGARકુંડળ નજીક બે બાઇક સામા સામી અથડાતા યુવાનનું મોત | A young...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

– મૃતકના પાલક પિતાએ બરવાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી

– યુવાન બાઈક પર મજૂરી કામ પૂર્ણ કરી પરત બરવાળા આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : બરવાળાનાં જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેતા યુવાન કુંડળ ગામેથી મજૂરી કામ પૂર્ણ કરી મોટરસાયકલ પર પરત બરવાળા આવી રહ્યા હતા તે દરમિયાન કુંડળ ગામ નજીક સામેથી આવી રહેલા મોટરસાયકલ સાથે અથડાતા યુવાનને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ બરવાળાનાં જૂની પોસ્ટ ઓફિસ પાસે રહેતા અને મંજૂરી કામ કરતા ભાવેશભાઈ છોટાલાલ કેવટ ( ઉ.વ ૩૦ ) ગઈકાલે પોતાનું મોટરસાયકલ લઈને કુંડળ ગામે ગેરેજની મજુરી કામ કરવા માટે ગયા હતા. અને સાંજના સમય તેની ગેરેજનું મજૂરી કામ પુરૂ કરી બરવાળા મોટરસાયકલ લઈને કુંડળ થી બરવાળા તરફ આવતા હતા. ત્યારે કુંડળ ગામ નજીક આવેલ પેટ્રોલપંપ પસાર કરી થોડે આગળ જતા બરવાળા તરફથી મોટરસાયકલ નંબર જીજે ૩૩ જે ૬૬૪૮ નાં ચાલેકે તેનું મોટરસાયકલ પુરઝડપે ચલાવી ભાવેશભાઈના મોટરસાયકલ સાથે ભટકાડી દેતા ભાવેશભાઈને માથાના ભાગે તથા મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી.ભાવેશભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે શિવનારાયણ કેવટે બાઈક ચાલક વિરૂધ્ધ બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

RATE NOW
wpChatIcon
wpChatIcon