ખાણ ખનીજ વિભાગે ડભોઈ તાલુકાના પીપરીયાના કરનાળી ખાતે ગેરકાયદે રીતે ખનન ચાલતા સ્થળ પર દરોડો પાડીને 2 ડમ્પર અને 1 એક્સાવેટર મળીને કુલ 80 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, આ સ્થળ પર ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની લીઝ આપવામાં આવી ન હત
.
ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી કે, પીપરીયા પાસે ગેરકાયદે રીતે ખનન ચાલી રહ્યું છે. જેથી ખાણ ખનીજ વિભાગની ટીમ સ્થળ પર મોડી રાતે પહોચતા જ ખનન ચાલી રહ્યું હતું. સ્થળ પર નાસભાગ મચી હતી. જ્યારે 2 ડમ્પરો અને નદીમાંથી રેતી કાઢવાનું એક્સાવેટર મશીન મળી આવ્યું હતું. ખાણખનીજ વિભાગે ડમ્પર અને મશીન સહિત 80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ખનીજ માફિયાઓ અંગે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, 10 ડિસેમ્બરના રોજ નારેશ્વરના ફતેપુર ખાતે દરોડો પાડીને ચાલતા ગેરકાયદે ખનન પકડીને અઢી કરોડનો મુદ્દામાલક જપ્ત કર્યો હતો.
નારેશ્વર ફતેપુર ખાતે યતીન હર્ષદ પ્રજાપતિ (રહે-કામરેજ,સુરત) અને મઘુબેન ગેમાભાઈ ઓળ તેમજ ગેમાભાઈ છીતુભાઈ ઓળ (બંને રહે-અમરોલી,સુરત)ની લીઝ આવેલી છે. આ લીઝમાં ગેરકાયદે ખનન ચાલતું હોવાની બાતમીના આધારે ફ્લાઈંગ સ્કોવડ દ્વારા ગત રાતે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં 5 ડમ્પરો રેતી ભરેલા કબજે કર્યાં હતાં. ફ્લાંઈગ સ્કોવડે 5 એસ્કેવેટર મશીન, 7 ડમ્પર મળીને અઢી કરોડ રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.