ઇંગ્લેન્ડમાં રહેતા ઘનશ્યામ પટેલે તમામ ગુજરાતીઓને ગર્વ થાય તેવી સિદ્ધિ હાંસલ કરી છે. ઘનશ્યામ પટેલને બોલ્ટન સિવિક મેડલ ફોર સર્વિસિઝ ટુ કોમ્યુનિટીનો એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ ગ્રેટર માન્ચેસ્ટરના બોલ્ટન શહેરનું સર્વોચ્ચ નાગરિક સન્માન કહેવાય છે. આ એવોર્ડ
.
યુગાન્ડાથી સ્થળાંતર કરીને પરિવાર ઇંગ્લેન્ડ આવ્યો ઘનશ્યામ પટેલ શ્રી સ્વામીનારાયણ મંદિર આર્ટ એન્ડ કલ્ચર સેન્ટરના ચેરમેન છે સાથે જ ધ એપેરલ ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન પણ છે. તેમનો પરિવાર 90 દિવસની નોટિસમાં જ યુગાન્ડાથી સ્થળાંતર કરીને ઇંગ્લેન્ડ આવ્યો હતો. આ સમયે તેઓ ટીનેજર હતા. ઇંગ્લેન્ડ આવ્યા બાદ ઘનશ્યામ પટેલે બોલ્ટન કોલેજ અને બોલ્ટન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કર્યો હતો. અભ્યાસ બાદ તેમણે લોકોને મદદ કરવાના નિર્ધાર સાથે પોતાનું જીવન આગળ વધાર્યું.
1984માં સ્વામીનારાયણ મંદિરમાં સ્વયંસેવક બન્યા વર્ષ 1984ની આસપાસ તેઓ સ્વયંસેવક તરીકે સ્વામીનારાયણ મંદિર સાથે જોડાયા બાદમાં ચેરમેન બન્યા. એક સ્વયંસેવક અને ચેરમેન તરીકે તેમણે મંદિર અને સંસ્થાનો સ્વામીનારાયણ મંદિર આર્ટ એન્ડ કલ્ચર સેન્ટર તરીકે વિકાસ કર્યો.
ઘનશ્યામ પટેલે જૂના કિસ્સાને યાદ કર્યો એવોર્ડ કાર્યક્રમમાં ઘનશ્યામ પટેલે 1992ના કિસ્સાને યાદ કર્યો હતો. 1992માં જ્યારે ભારતથી સ્વામીનારાયણ સાધુ સંતો બોલ્ટન આવ્યા હતા ત્યારે આખા બોલ્ટન શહેરમાં આસ્થા અને સંસ્કૃતિનું વાતાવરણ સર્જાયું હતું. આ સમયે તેમણે મંદિરમાં સ્વયંસેવક તરીકે સેવા આપી હતી.
12 નોમિનેશન્સ મળ્યા, 4 લોકોની પસંદગી થઇ બોલ્ટનના મેયર, કાઉન્સિલર એન્ડી મોર્ગને ગયા મહિને જાહેરાત કરી હતી કે કોઇ વ્યક્તિના ઉત્કૃષ્ટ યોગદાનને બિરદાવવા માટે બોલ્ટન સિવિક મેડલ અપાશે. આ એવોર્ડ માટે એક ડઝન જેટલા નોમિનેશન્સ મળ્યા પછી સ્વતંત્ર પેનલે 4 લોકોની પસંદગી કરી હતી.
બોલ્ટનના મેયરે ગર્વની લાગણી વ્યક્ત કરી બોલ્ટનના મેયરે કહ્યું કે, આ એવોર્ડ માટે અમને ઘણા નોમિનેશન્સ મળ્યા હતા. તેમાંથી ફક્ત 4 વ્યક્તિનું સિલેક્શન કરવું અમારા માટે ઘણું અઘરૂં હતું. પરંતુ મને લાગે છે કે એવોર્ડ માટે જેમની પસંદગી થઇ છે એ 4 લોકો તેમના સમુદાયનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે. આ એવોર્ડ એનાયત કરતા હું ગર્વની લાગણી અનુભવુ છું.