મને તમારો દિકરો પસંદ નથી, મારા પ્રેમીએ તેને ઉઠાવી લીધો છે
કોટેશ્વરની યુવતીના કહેવાથી પ્રેમી સહિત ત્રણ શખ્સે વટવાના યુવાનનું ગાડીમાં અપહરણ કરી ગળેટુંપો દઇ ઢીમ ઢાળી દેવાયું હતું ઃ આરોપીઓની ધરપકડ
ગાંધીનગર : પ્રેમી સાથે રહેવા ઇચ્છતી કોટેશ્વરની યુવતીએ પરિવારના
કહેવાથી વટવાના યુવા સાથે લગ્ન તો કરી લીધા હતાં. પરંતુ રીવાજ અનુસાર બીજા દિવસે
પિયર આવ્યા બાદ ચાર વર્ષ જુના પ્રેમીને ફોન કરીને અમગમતા વરનો કાંટો કાઢી નાંખવા
કહ્યાના પગલે દસક્રોઇ તાલુકાના કુબડથલ ગામના યુવાન સહિત ત્રણ શખ્શે યુવતીને ત્રીજા
દિવસે તેડવા આવી રહેલા યુવકનું અધરસ્તેથી ઇનોવા કારમાં અપહરણ કરી લીધુ હતું. અપહૃત
યુવાનને ગળેટુંપો દઇને મોતને ઘાટ ઉતારી દીધા બાદ તેની લાશ રાઇપુર પાસે કેનાલમાં
ફેંકી દેવામાં આવ્યાનો સનસનીખેજ કાંડ પોલીસના ચોપડે ચીતરાયો છે. પોલીસે આરોપીઓની
ધરપકડ કરવા સાથે મૃતકની લાથ શોધવા ચક્રો ગતિમાન કર્યાં છે.
ફિલ્મી વાર્તા જેવો આ બનાવ શનિવારે બન્યો હતો અને અડાલજ
પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. બનાવ સંબંધે અમદાવાદનાં વટવા
વિસ્તારમાં ખુશાલાવાસમાં રહેતા ૪૯ વષય કનૈયાલાલ નટવરલાલ ચુનારાએ પોલીસ સમક્ષ
નોંધાવેલી તેના પુત્ર ૨૪ વષય ભાવિકનું અપહરણ કરીને ખુન કરવા અંગેની ફરિયાદમાં
આરોપીઓ તરીકે પુત્રવધુ ગાંધીનગરના કોટેશ્વર ગામે રહેતી પાયલ સુરેશભાઇ દંતાણી તથા
તેના પ્રેમી અમદાવાદના દસક્રોઇ તાલુકાના કુબડથાલ ગામે રહેતા કલ્પેશ મોહનભાઇ ચુનારા
ઉપરાંત કુબડથાલનાં રહેવાસી શૈલેષ કનુભાઇ ચુનારા અને સુનિલ રાજુભાઇ ચુનારાને
દર્શાવ્યા છે.
પોલીસ ફરિયાદ મુજબ ગત તારીખ ૧૦મીએ કનૈયાલાલના ટ્રાન્સપોર્ટનું
કામકાજ કરતા પુત્ર ભાવિકના લગ્ન કોટેશ્વરમાં રહેતા સુરેશભાઇ પુંજાભાઇ દંતાણીની ૨૪
વષય દિકરી પાયલ સાથે સામાજીક રીતરીવાજ મુજબ કરાયા હતાં. બાદમાં તારીખ ૧૧મીએ પાયલના
પિયરયાં તેને તેડી ગયા હતાં. અને તારીખ ૧૩મીએ ભાવિક આવીને પાયલને સાસરે લઇ જશે તેમ
નક્કી કરાયું હતું. તે પ્રમાણે શનિવારે બપોરે ભાવિક સ્કુટર લઇને પહેલા દાદાને ઘરે
પગે લાગવા ગયો હતો અને ૧૨ વાગ્યાના અરસામાં ફરિયાદીને રાયપુર દરવાજા પાસે મળ્યા
બાદ કોટેશ્વર જવા નીકળ્યો હતો. બપોરે ૨ વાગ્યાના અરસામાં કનૈયાલાલને તેના વેવાઇ
સુરેશભાઇનો ફોન આવ્યો હતો,
કે તમારો દિકરો પાયલને તેડવા આવવાનો હતો,
તે હજુ સુધી આવ્યો નથી. જેના પગલે કનૈયાલાલે ભાવિકને ઉપરાછાપરી ફોન કર્યા
પરંતુ નો રિપ્લાય થયા હતાં. દરમિયાન ફરી સુરેશભઆઇએ ફોન કરીને જણાવ્યુ હતું કે
ભાવિકનું સ્કુટર કોટેશ્વર મહાદેવ મંદિર પાસેથી મળ્યું છે.
ઉપરોક્ત વાત સાંભળીને કનૈયાલાલ તેના મિત્ર રાજુભાઇ સાથે
સ્થળ પર પહોંચ્યા હતાં. જ્યાં તપાસ કરતાં એક અજાણ્યા માણસે જણાવ્યું, કે સ્કુટરવાળાને
ઇનોવા ગાડીની ટક્કર લાગતાં તેમાંથી ઉતરેલા ત્રણ છોકરાઓએ આ અમારા જમાઇ છે અને
સારવાર માટે લઇ જઇએ છીએ. પરંતુ બાદમાં કોઇ પતો નહીં લાગતાં વેવાઇના ઘરે જઇને
પાયલની સમજાવટથી પૂછપરછ કરી ત્યારે સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને તેણે મને તમારો
દિકરો ગમતો નથી. હું ચાર વર્ષથી કલ્પેશના પ્રેમમાં છું અને તેની સાથે રહેવું
હોવાથી મેં જ કલ્પેશને ફોન કરીને ભાવિકનો કાંટો કાઢી નાંખવા જણાવ્યુ હતું.
આપણે એક થવું હોય તો ભાવિકને વચ્ચેથી કાઢવો પડશે
પાયલે એમપણ જણાવ્યાની ફરિયાદમાં નોંધ છે, કે પાયલે લગ્ન
થયા ત્યારે જ કલ્પેશને ફોન કરીને જણાવ્યુ હતું, કે આપણે એક થઇને રહેવુ હોય તો ભાવિકને વચ્ચેથી કાઢવો પડશે.
આપણે પ્લાન બનાવીને ભાવિકને આપણા રસ્તામાંથી કાઢી નાંખીએ. તે મુજબ પતિ ભાવિક તેડવા
આવવાનો હોવાની માહિતી આપીને બે,
ત્રણ માણસો સાથે આવીને ભાવિકને પતાવની દેવા કહ્યુ હતું. તે પ્રમાણે કલ્પેશ
આવ્યો ત્યારે પાયલે લોકેશન પણ મોકલ્યા હતાં. ભાવિકને ઉઠાવી લીધા પછી કલ્પેશે ફઓન
કરીને પાયલને જાણ પણ કરી હતી.
ભાવિકે પિતાને કહ્યું લગ્નથી પાયલ નાખુશ જણાય છે
રાયપુર દરવાજા પાસે ભાવિક તેના પિતાને મળ્યો ત્યારે તેણે
કહ્યુ હતું, કે હું
પાયલને તેડવા તો જઇ રહ્યું છે. પરંતુ મારી પત્ની મારે સાથે લગ્ન થવાથી નાખુશ
હોવાનું મને લાગી રહ્યું છે. જોકે પિતા કનૈયાલાલે ત્યારે આ વાતને હળવાશથી લેવાની
સાથે તેને સમજાવ્યો હતો અને તું વિચારે છે,
તેવું કંઇ જ ન હોય તેમ કહીને પાયલને લેવા જવા માટે કહેતાં ભાવિક ત્યાંથી
કોટેશ્વર જવા રવાના થયો હતો.