કુકરદા ગામના ખરાબ રસ્તાએ વધુ એક પ્રસૂતાને આપી પીડા, 108 ના પહોંચી શકતા મહિલાની ઘરે જ કરાવાઈ પ્રસૂતી | pregnant women Difficulty lack of road kukarda village chhota udaipur

HomeChhota Udaipurકુકરદા ગામના ખરાબ રસ્તાએ વધુ એક પ્રસૂતાને આપી પીડા, 108 ના પહોંચી...

Become a member

Get the best offers and updates relating to Liberty Case News.

― Advertisement ―

spot_img

Chhota Udaipur News : છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું સૌથી વધુ વસ્તી અને ફળીયા ધરાવતું ગામ ‘કુકરદા’. અહીં કુકરદા જિલ્લા અને તાલુકા પંચાયત બેઠક છે. જો કે, આઝાદીના વર્ષો બાદ પણ કુકરદા ગામના લોકો દુઃખ ભોગવી રહ્યા છે. હાલમાં જ કુકરદા ગામમાં રસ્તાના અભાવે ગામ સુધી એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા એક મહિલાએ ઘરે જ બાળકને જન્મ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

છોટાઉદેપુરમાં વધુ ગ્રામજનો માટે ચિંતાજનક અને સરકાર માટે શરમજનક ઘટના સામે આવી છે. કુકરદા ગામના દુક્તા ફળિયા સુધી ઈમરજન્સી સેવા 108 કે કોઈપણ એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી. જેના કારણે પ્રસૂતા મહિલા કે દર્દીને હોસ્પિટલ લઈ જઈ શકાતા નથી. ગત શનિવારે મોડીરાત્રે પ્રસૂતા પીડા ઉપડતાં મહિલાના પરિવારજનો મુશ્કેલીમાં મૂકાયા હતા. રસ્તા અને આરોગ્યની સુવિધાના અભાવે કુકરદા ગામની એક મહિલાને પોતાના ઘરે જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. કુકરદા ગામના રીનાબેન ડું.ભીલ નામની પ્રસૂતા મહિલાને દિવાળીની મોડી રાત્રે પ્રસૂતા પીડા ઉપડી હતી, જોકે, કુકરદા અંતરિયાળ ગામ હોવાથી ઘર સુધી રાજ્ય સરકારની ઈમરજન્સી સેવા 108 પહોંચી શકે તેમ ન હોવાથી મહિલાને ઘરે જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી. પ્રસૂતિ દરમિયાન મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. જણાવી દઈએ કે, અગાઉ પણ અહીં આ પ્રકારના કિસ્સા સામે આવી ચૂક્યા છે.

કુકરદા ગામના ખરાબ રસ્તાએ વધુ એક પ્રસૂતાને આપી પીડા, 108 ના પહોંચી શકતા મહિલાની ઘરે જ કરાવાઈ પ્રસૂતી 2 - image

ગામમાં જવા-આવવા માટે કોઈ પાકો રસ્તો જ નથી

જણાવી દઈએ કે, કુકરદા ગામના ડુક્ટા ફળિયામાં 200 જેટલા લોકો વસે છે. સમગ્ર ગામમાં 5000 જેટલી વસ્તી છે. કુકરદા ગામના લોકોને આઝાદીના વર્ષો બાદ પણ પાકો રસ્તો મળ્યો નથી. ત્રણ કિમીનો કાચો રસ્તો પાકો બને તે માટે ગ્રામજનો વર્ષોથી માંગ કરી રહ્યા છે. પથ્થરવાળા રસ્તા હોવાથી ચાલવામાં પણ ખુબ મુશ્કેલી પડે છે. વારંવાર ગામલોકો દ્વારા પાકો રસ્તો બનાવવા માટે રજૂઆતો કરવામાં આવે છે. જોકે કુકરદા ગામમાં વિકાસની વાતો વર્ષોથી માત્ર કાગળ પર જ છે. પંચાયત આર એન્ડ બી દ્વારા સરકારમાં પાકા રસ્તા બનાવવા દરખાસ્ત કરી છે, પરંતુ રસ્તાની મંજૂરી હજુ સુધી મળી નથી. અત્યાર સુધી દર 5 વર્ષે સાંસદ, ધારાસભ્ય, જિલ્લા, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં આ વિસ્તારના લોકોને માત્ર વાયદા જ અપાયા છે. તાલુકા-જિલ્લા કે રાજ્ય સરકારના વહીવટી તંત્ર દ્વારા થોડું પણ ધ્યાન આ ગામ પર આપવામાં આવું નથી. જેના કારણે કુકરદા ગામની મહિલાઓ તકલીફો વેઠી રહી છે. ગ્રામજનો કહે છે કે, અમારી ગણતરી મત માટે થાય છે, વિકાસ માટે નહીં. 

આ પણ વાંચો : ગિરિમથક સાપુતારામાં લાંબા સમયથી બંધ એડવેન્ચર એક્ટિવિટી ફરી શરૂ, પ્રવાસીઓમાં આનંદ

કુકરદા ગામના ખરાબ રસ્તાએ વધુ એક પ્રસૂતાને આપી પીડા, 108 ના પહોંચી શકતા મહિલાની ઘરે જ કરાવાઈ પ્રસૂતી 3 - image

ડુંગરની હાળમાળામાં વસતા અહીંના આદિવાસીઓને આઝાદીના વર્ષો બાદ પણ રોડ રસ્તાની પ્રાથમિક સુવિધા હજુ સુધી આપવામાં આવી નથી. કુકરદા ગામના અલગ અલગ 12થી વધુ પેટા પરા આવેલા છે. આ ગામની નવાઈની વાત તો એ જોવા મળે કે એક ફળીયાથી બીજા ફળીયા સાથે જોડતો એકેય પાકો રસ્તો નથી. કાચા રસ્તાથી જ લોકો અવર જવર કરી રહ્યા છે.

આ પણ વાંચો : માઈ ભક્તો માટે ખાસ: દિવાળીના તહેવારોમાં અંબાજીમાં આરતી-દર્શનના સમયમાં ફેરફાર

કુકરદા ગામના ખરાબ રસ્તાએ વધુ એક પ્રસૂતાને આપી પીડા, 108 ના પહોંચી શકતા મહિલાની ઘરે જ કરાવાઈ પ્રસૂતી 4 - image



Source link

SUBSCRIBE TO OUR NEWSLETTER.

Never miss out on the latest news.

We don’t spam! Read our privacy policy for more info.

RATE NOW
wpChatIcon
wpChatIcon